હવે મનુ ભાકરે Rohit Sharmaની ફિટનેસને લઈને કહી એવી વાત તે…

છેલ્લાં કેટલાક દિવસોથી ભારતમાં એથલિટ્સની ફિટનેસ ખૂબ જ ગરમાઈ રહેલો મુદ્દો બની ચૂક્યો છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાના ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્માને જાડિયો કહેવામાં આવ્યો હતો, પરંતુ રોહિતે આ બધાના મોઢા પોતાની દમદાર બેટિંગ અને ફિલ્ડિંગથી કર્યા હતા. આ બધા વચ્ચે હવે ભારતની ઓલંપિક સ્ટાર મનુ ભાકરે પણ રોહિત શર્માની ફિટનેસ પર કમેન્ટ કરી છે. મનુ ભાકરે જણાવ્યું હતું કે કોઈ પણ એથલિટ માટે ફિટનેસ ખૂબ જ જરૂરી છે અને એનાથી વધુ બીજું કંઈ જ મહત્ત્વનું નથી. આવો જોઈએ રોહિત શર્મા માટે શું કહ્યું છે મનુ ભાકરે…
આ પણ વાંચો: ખેલ રત્ન પર ચાલી રહેલા વિવાદ વચ્ચે મનુ ભાકરે કરી ‘મન કી બાત’
મનુ ભાકરે એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ફિટ છે તો હિટ છે. હું ફિટનેસથી ઉપર કંઈ જ નથી માનતી. હેલ્ધી ફૂડ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ એ આપણા દેશની પરંપરા છે. આપણા પૂર્વજો ખેતરમાં કામ કરતાં હતા એટલે તેઓ ફિઝીકલી અને મેન્ટલી સ્ટ્રોન્ગ હતા. હું માનું છું કે માનસિક રીતે અને શારીરિક રીતે સક્ષમ હોવું જોઈએ. દરરોજના જીવનમાં આપણે થોડો સમય તો પોતાની જાત માટે કાઢી જ શકીએ. ફિટનેસ પર કામ કરવાથી બીમારીઓ આપણાથી દૂર રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પેરિસ ઓલમ્પિકમાં ભારત માટે બે મેડલ જિતનારી મનુ ભાકર 2025માં બે મોટી ટુર્નામેન્ટ્સમાં ભાગ લેવાની છે. એપ્રિલમાં બે વર્લ્ડકપ ટુર્નામેન્ટ રમાશે જેમાંથી એક બ્યુનસ આયર્સમાં અને બીજી પેરુમાં રમાશે. આ જ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ રમાશે, પણ મનુ ગેમ્સને લઈને અત્યારે આગળ નથી વિચારવા માંગતી.
મનુએ પેરિસ ઓલમ્પિક બાદ એક લાંબો બ્રેક લીધો હતો અને નેશનલ ચેમ્પિયશિપમાં ભાગ નહોતી લઈ શકે. અહીંયા તમારી જાણ માટે કે હાલમાં જ મનુ ભાકરે નેશનલ ટ્રાયલ્સ માટે શાનદાર પર્ફોર્મ કરીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી.