Manu Bhaker: મનુ ઈતિહાસ રચવાથી ચુકી, 25 મીટર પિસ્તોલ શૂટિંગમાં ચોથા સ્થાને રહી
પેરિસ ઓલિમ્પિક્સ 2024 (Paris Olympics 2024) દિવસ 8 લાઇવમાં દિવસે મહિલાઓની 25 મીટર પિસ્તોલના ફાઇનલમાં ભારતની મનુ ભાકર (Manu Bhaker)મેડલથી ચુકી ગઈ, ફાઈનલમાં માનું ચોથા નંબર પર રહી. મનુ પેરીસ ઓલમ્પિકમાં અત્યાર સુધીમાં બે મેડલ જીતી ચૂકી છે. પણ આજે ત્રીજો મેડલ જીતવાથી ચુકી ગઈ.
25 મીટર પિસ્તોલ ઇવેન્ટ શૂટ-ઓફ ઇવેન્ટમાં દક્ષિણ કોરિયાની યાંગ ટોચ પર રહી , ફ્રાન્સની કેમિલીએ સિલ્વર અને હંગેરીની વેરોનિકાએ બ્રોન્ઝ મેળવ્યો.
હંગેરીની વેરોનિકા મેજર સામે મનુ જીતી ના શકી અને ચોથા સ્થાન સાથે સંતોષ માનવો પડ્યો.
મનુ ભાકર પ્રથમ સિરીઝમાં ત્રણ શોટ ચૂકી ગઈ, તે પછી, ભાકર બીજી અને ત્રીજી સિરીઝમાં એક-એક શોટ ચૂકી ગઈ. જ્યારે ચોથી શ્રેણીમાં, મનુ ફરીથી બે શોટ ચૂકી ગઈ. આ રીતે ચાર સિરીઝ બાદ મનુ છઠ્ઠા સ્થાને રહી હતી. ત્યાર બાદ મનુ પાંચમી સિરીઝમાં એક પણ શોટ ચુકી ન હતી અને તે 18-5 સાથે ત્રીજા સ્થાને આવી ગઈ હતી. તે પછી, મનુ છઠ્ઠી અને સાતમી સિરીઝમાં એક-એક શોટ ચૂકી ગઈ અને બીજા સ્થાને આવી હતી. મનુ આઠમી સિરીઝમાં બે શોટ ચૂકી ગઈ અને આ સાથે જ તે ચોથા સ્થાને રહી.
Also Read –