મનુ ભાકર – ડી ગુકેશ સહિત ચાર રમતવીરને ખેલ રત્ન એવોર્ડથી સન્માનવામાં આવ્યા
32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતીય મહિલા શૂટર મનુ ભાકર અને વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ વિજેતા ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2024થી સન્માનવામાં આવ્યા હતા. આ સિવાય ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથલિટ પ્રવીણ કુમારને પણ તેમના ક્ષેત્રમાં આપેલા યોગદાન બદલ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રમત ગમત પ્રધાન મનસુખ માંડવિયા તથા અન્ય કેન્દ્રીય પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા.
22 વર્ષની મનુ ભાકરે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની હતી. ઓગસ્ટમાં પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્ટલમાં વ્યક્તિગત અને મિશ્રિત ટીમ સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યો હતો. 18 વર્ષીય ગુકેશ સૌથી યુવા ચેસ ચેમ્પિયન બન્યો હતો. ખેલ રત્ન ઉપરાંત 34 ખેલાડીઓને 2024માં તેમના શાનદાર દેખાવ બદલ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેમાં એથલિટ સુચા સિંહ અને પેરા સ્વીમર મુરલીકાંત રાજારામ પેટકરને અર્જુન એવોર્ડ લાઇફટાઇમથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોને કોને મળ્યો અર્જુન એવોર્ડ
જ્યોતિ યારાજી, અન્નુ રાની, નીતુ, સ્વીટી, વંતિકા અગ્રવાલ, સલિમા ટેટ, અભિષેક, સંજય, જર્મનપ્રીત સિંહ, સુખજીત સિંહ, રાકેશ કમાર, પ્રીતિ પાલ, સચિન સરજેરાવ ખિલારી, ધર્મવીર, પ્રણણ સૂર્મા, એચ હોકાતો સેમા, સિમરન, નવદીપ, થુલાસિમાતી મુરુગેસન, નિત્યાશ્રી સુમાથી સિવાન, મનીષા રામદાસ, કપિલ પરમાર, મોના અગ્રવાલ, રૂબીના ફ્રાંસિસ, સ્વપ્નિલ સુરેશ કુલાસે, સરબજોત સિંહ, અભય સિંહ, સાજન પ્રકાશ, અમન સહરાવત
આ પણ વાંચો…BCCIમાં વધુ એક નિયુક્તિ; સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ નવા લોકપાલ બન્યા
દ્રોણાચાર્ય એવોર્ડ
સુભાષ રાણા, દીપાલી દેશપાંડે, સંદીપ સાંગવાન, એસ મુરલીધરન, અરમાંડો અગનેલો કોલાકો. આ દિગ્ગડ કોચોની દેખરેખમાં ભારતીય એથલિટોએ અલગ અલગ રમતોમાં શાનદાર દેખાવ કર્યો હતો.