Paris Olympic માં બે મેડલ જીતી ભારત આવ્યા મનુ ભાકર, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરાયું | મુંબઈ સમાચાર

Paris Olympic માં બે મેડલ જીતી ભારત આવ્યા મનુ ભાકર, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરાયું

નવી દિલ્હી : પેરિસ ઓલમ્પિકમાં(Paris inOlylmpic)ડબલ મેડલ વિજેતા મનુ ભાકર(Manu Bhaker) આજે ભારત પરત ફર્યા છે. હરિયાણાની રહેવાસી મનુ ભાકરે ઈતિહાસ રચ્યો અને પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા.દિલ્હી એરપોર્ટ પર મનુનું ઉષ્માભર્યું સ્વાગત થયું. જેવા તે એરપોર્ટની બહાર આવ્યા મનુના માતા-પિતાએ તેને ગળે લગાવી ખુશી વ્યક્ત કરી. મનુ ભાકરની સાથે તેમના કોચ જસપાલ રાણનું પણ જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

મનુ ભાકર રવિવારે સમાપન સમારોહ માટે પેરિસ પરત ફરશે

મનુ ભાકરે મહિલા વ્યક્તિગત 10 મીટર એર પિસ્તોલમાં અને સરબજોત સિંહ સાથે મિશ્ર સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો. એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય છે. પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં મનુ ભારતના ધ્વજ વાહક હશે. મનુ ભાકર રવિવારે સમાપન સમારોહ માટે પેરિસ પરત ફરશે.

અમારી પુત્રી- મનુના કાકા માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે

મનુ ભાકરના કાકા મહેન્દ્ર સિંહ ભાકર પણ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા છે. તેમણે કહ્યું, મનુએ અમારી સ્કૂલમાં એલકેજીથી 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તે ખૂબ જ સારી વિદ્યાર્થીની હતી. જ્યારે મનુ વિદ્યાર્થીની હતી ત્યારે તેણે ઘણી રમતોમાં ભાગ લીધો હતો. જ્યારે તે 10માં ધોરણમાં હતી ત્યારે તેણે શૂટિંગ શરૂ કર્યું હતું. અમારી દીકરી માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે.

25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ચોથું સ્થાન મેળવ્યું

મનુ પેરિસ ઓલિમ્પિકમાં 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં મેડલ ચૂકી ગઈ હતી. તે મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ચોથા સ્થાને રહી હતી. હંગેરીની વેરોનિકા સાથે ત્રીજા સ્થાન માટે શૂટઓફમાં હાર્યા બાદ તે બહાર થઈ ગઈ હતી. 8 શ્રેણીમાં મનુ માત્ર એક જ વાર 5 માંથી 5 શોટ બનાવવામાં સફળ રહ્યો. તેણે 40માંથી 28 શોટ કર્યા. આ સાથે પેરિસ ઓલિમ્પિકમાં મેડલની હેટ્રિક જીતવાનું તેનું સપનું અધૂરું રહી ગયું.

મેડલ ટેલીમાં ભારત 3 બ્રોન્ઝ સાથે 57મા ક્રમે

મનુ ભાકર અને સરબજીત ઉપરાંત સ્વપ્નિલ કુસલેએ 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો છે. આ રીતે ભારતે કુલ 3 બ્રોન્ઝ જીત્યા છે. મેડલ ટેલીમાં તે 57માં નંબર પર છે.

સંબંધિત લેખો

Back to top button