ભારતની સુપરસ્ટાર મેડલ વિજેતા ઘરઆંગણાના જ વર્લ્ડ કપમાં કદાચ ભાગ નહીં લે… જાણો શા માટે
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સમાંથી બે ઐતિહાસિક બ્રૉન્ઝ જીતી લાવનાર નિશાનબાજ મનુ ભાકર આગામી ઑક્ટોબરમાં શૂટિંગના વર્લ્ડ કપમાં કદાચ ભાગ નહીં લે, એવું તેના કોચ જસપાલ રાણાએ જ કહ્યું છે.
બાવીસ વર્ષની મનુ ભાકર 10 મીટર ઍર પિસ્તોલ વર્ગમાં વ્યક્તિગત હરીફાઈમાં તેમ જ સરબજોત સિંહ સાથેની જોડીમાં કાંસ્ય ચંદ્રક જીતી હતી.”
જસપાલ રાણાએ કહ્યું છે કે મનુ ભાકર ત્રણ મહિનાનો બ્રેક લઈ રહી છે એટલે તે બે મહિના પછીના વિશ્ર્વ કપમાં કદાચ ભાગ નહીં લે.
રાણાએ પીટીઆઇ વીડિયોને એવું પણ કહ્યું હતું કે ‘મને લાગે છે કે તે વર્લ્ડ કપમાં ભાગ નહીં લે. તે ઘણા લાંબા સમયથી તાલીમ લઈ રહી હતી એટલે હવે તે ત્રણ મહિનાનો બ્રેક લેવા માગે છે.’
શૂટિંગનો વર્લ્ડ કપ નવી દિલ્હીમાં આગામી 13-18 ઑક્ટોબર દરમ્યાન યોજાવાનો છે.
રાણાએ કહ્યું હતું કે ‘મનુ ભાકર બ્રેકમાંથી પાછી આવશે ત્યાર પછી અમે 2026ની એશિયન ગેમ્સ અને કૉમનવેલ્થ ગેમ્સ માટેની તૈયારી શરૂ કરી દઈશું.’
Also Read –