હૈદરાબાદ/મુંબઈ: ગુજરાત ટાઇટન્સ (જીટી)ને ડેબ્યૂના વર્ષ (2022)માં જ આઇપીએલનું ટાઇટલ અપાવનાર અને બીજા જ વર્ષે (2023) રનર-અપની ટ્રોફી અપાવનાર હાર્દિક પંડ્યાએ થોડા મહિના પહેલાં અચાનક જ જીટીની ટીમ છોડીને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)માં પાછા જવાનું નક્કી કરી લીધું ત્યારે તેના અસંખ્ય ચાહકો નિરાશ થયા હશે. થોડા દિવસ પછી સમાચાર આવ્યા કે એમઆઇનું સુકાન હવે પછી રોહિત manoj-tiwary-praises-hardik-pandya-temperamentશર્મા નહીં, પણ હાર્દિક પંડ્યા સંભાળશે. એ નિર્ણયથી રોહિતના અનેક પ્રશંસકો નિરાશ થયા હશે અને સાથોસાથ હાર્દિક વિશે તેમના મનમાં અણગમો થઈ ગયો હશે.
હાર્દિક પ્રત્યેની આ ‘નફરત’ રવિવારે અમદાવાદના સ્ટેડિયમમાં જાણવા મળી હતી. ત્યારે જીટી સામે રમી રહેલા એમઆઇના કૅપ્ટનનો કેટલાક પ્રેક્ષકોએ હુરિયો બોલાવ્યો હતો. આવું થવું તો ન જોઈએ, પણ ક્રિકેટની રમત હોય અને એમાં પણ આઇપીએલ જેવી અત્યંત રોમાંચક લીગ રમાતી હોય ત્યારે ઘણાના ઇમોશન્સ બહાર આવી જ જતા હોય છે.
લોકોની લાગણીઓને ક્યારેય રોકી શકાતી નથી. એટલે જ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ મંતવ્ય આપતા કહ્યું છે કે ‘પહેલી એપ્રિલે વાનખેડેમાં એમઆઇની હોમ ગ્રાઉન્ડ પરની પ્રથમ મૅચ રમાવાની છે અને ત્યારે હાર્દિકનું થોડા હૂટિંગથી સ્વાગત થયા વિના નહીં રહે. તેણે કદાચ પ્રેક્ષકોના થોડા હૂટિંગનો સામનો કરવો જ પડશે.’
જોકે તિવારીનું એવું પણ માનવું છે કે આવી સ્થિતિનો સામનો કરવા માટે જરૂરી ધૈર્ય અને સહનશીલતા હાર્દિકમાં છેજ. પહેલી એપ્રિલે (સોમવારે) સાંજે 7.30 વાગ્યાથી મુંબઈ ઇન્ડિયન્સની મૅચ રાજસ્થાન રૉયલ્સ સામે રમાવાની છે.
મનોજ તિવારી વધુમાં કહે છે, ‘રોહિતે એમઆઇને પાંચ ટ્રોફી અપાવી છે એમ છતાં તેણે કૅપ્ટન્સી ગુમાવવી પડી. શું કારણ હતું એ તો હું નથી જાણતો, પણ મને લાગે છે કે રોહિતના પ્રશંસકોને આ નથી ગમ્યું એટલે હાર્દિક જ્યારે સોમવારે વાનખેડેના મેદાન પર ઊતરશે ત્યારે લોકો થોડી પ્રતિક્રિયા તો બતાવશે જ.’
પશ્ર્ચિમ બંગાળના પ્રધાન મનોજ તિવારીએ એવું પણ કહ્યું છે કે ‘હાર્દિકે પોતાની ગેમ પર જ ફૉકસ રાખવું જોઈશે કે જેથી તે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે પોતાને ફિટ ઍન્ડ ફાઇન રાખી શકે.’
38 વર્ષના મનોજ તિવારીએ તાજેતરમાં જ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. તે 2008થી 2015 દરમ્યાન ભારત વતી 12 વન-ડે અને ત્રણ ટી-20 રમ્યો હતો. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 148 મૅચમાં 47.86ની સરેરાશે 10,195 રન બનાવ્યા હતા જેમાં 30 સેન્ચુરી અને 45 હાફ સેન્ચુરી સામેલ હતી.
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો