…ને આટલી સુરક્ષા વચ્ચે આ કોહલીને મળવા કોણ ઘુસી ગયું મેદાનમાં | મુંબઈ સમાચાર
IPL 2024સ્પોર્ટસ

…ને આટલી સુરક્ષા વચ્ચે આ કોહલીને મળવા કોણ ઘુસી ગયું મેદાનમાં

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિવધડક ફાઈનલ મેચ રમાઈ રહી છે. ભારતના વડા પ્રધાન અને ઓસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન સહિત ફિલ્મ અને ઉદ્યોગજગતના મહાનુભાવો આ ક્રિકેટ મેચ જોવા આવ્યા છે અને આ સાથે આખું મેદાન ઠકડેઠાઠ ભરેલું છે ત્યારે એ કહેવાની જરૂર નથી કે સુરક્ષાનો બંદોબસ્ત કેવો હશે. ઠેર ઠેર ચાંપતી નજર નાખતી પોલીસ અને સુરક્ષાકર્મીઓ હોવા છતાં એક યુવાન મેદાનમાં ઘુસી આવ્યો હતો અને છેક પીચ પર રમતા વિરાટ કોહલી પાસે પહોંચી ગયો હતો. આ યુવાને પેલેસ્ટાઈનના ફ્લેગ વાળો માસ્ક પહેર્યો હતો અને તેના ટી-શર્ટ પર પણ સ્ટોપ બોમ્બિંગ પેલેસ્ટાઈન લખ્યું હતું. તે ધ્યાનમાં આવતા સુરક્ષાકર્મીએ તરત તેને બહાર મોકલ્યો હતો, પરંતુ આટલી સુરક્ષા વચ્ચે તે અડધું મેદાન દોડી છેક પીચ પાસે કોહલી સુધી કઈ રીતે પહોંચ્યો તે ચર્ચાનો વિષય બની ગયો હતો.

Back to top button