Viral Video: જ્યારે Magnus Carlsenના પગે પડી ચેસ પ્લેયર…
આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે, જેમાંથી કેટલાક ખરેખર પ્રેરણાત્મક હોય છે તો ઘણા વીડિયો એવા પણ હોય છે કે ભાઈ બસ હવે આ જ જોવાનું બાકી રહી ગયું હતું. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેણે લોકોનું દિલ જિતી લીધું છે. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં-
હાલમાં સોશિયલ મીડિયા પર મહિલા ચેસ પ્લેયર બ્રિસ્ટી મુખર્જીનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે બ્રિસ્ટી મુખર્જીએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝલક દેખાડીને માત્ર ભારત જ નહીં પણ આખી દુનિયાનું દિલ જિતી લીધું છે. આ સાથે સાથે બ્રિસ્ટીએ સ્પોર્ટ્સમેન સ્પિરીટનું પણ બેસ્ટ ઉદાહરણ આપ્યું હતું.
વાત જાણે એમ છે કે ટાટા સ્ટીલ ચેસમાં ઓલ ઈન્ડિયા વિમેન રેપિડ ચેમ્પિયન બનેલી બ્રિસ્ટીને દુનિયાના નંબર વન ચેસ પ્લેયર નોર્વે મેગ્નસ કાર્લસને ટ્રોફી આપી એટલે બ્રિસ્ટીએ તરત જ કાર્લસેનના ચરણ સ્પર્શ કર્યા હતા અને બાદમાં ટ્રોફી હાથમાં લીધી હતી.
પહેલાં તો કાર્લસેનન કંઈ સમજાયું નહીં અને ખેલાડી પગે પડીને આશિર્વાદ લેતો જોઈને તેને પોતાની આંખો પર વિશ્વાસ ના થયો. પરંતુ આ પછી તેણે આપેલું રિએક્શન પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. કાર્લસેન પહેલાં તો હસ્યો અને પછી શરમાઈ ગયો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : કોલકાતામાં ચેસના બન્ને ટાઇટલ જીતનાર વર્લ્ડ નંબર-વન કાર્લસનને ભારતના અર્જુને શનિવારે 20 ચાલમાં હરાવેલો!
ઈવેન્ટમાં કાર્લસેને પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોલકતામાં રમવું ખૂબ જ સારો અનુભવ રહ્યો. છેલ્લાં કેટલાક વર્ષોના મારા કાર્યક્રમમાં કોલકતામાં આ ટુર્નામેન્ટમાં રમવું મારા માટે ખાસ કંઈ ફિટ નહોતું થતું. પરંતુ ભારતમાં આ યુવાનો સામે રમવું ખરેખર એક યાદગાર અનુભવ છે. મને ખુશી છે કે હું સારું રમું છે, મેગ્નલ કાર્લસેન આ ઈવેન્ટમાં આવશે એ જાણીને પણ સેંકડો ચેસ પ્લેયર, ફેન્સ આ ઈવેન્ટમાં આવ્યા. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…