સ્પોર્ટસ

જુઓ તો ખરા! પૅટ કમિન્સની પત્ની કેટલી બૅગ લઈને લંડન પહોંચી છે

સિડનીમાં કમિન્સ-કપલની માલિકીનો 82 કરોડ રૂપિયાની કિંમતનો બીચ-સાઇડ બંગલો છે

લંડનઃ બુધવાર, 11મી જૂને લંડનના લૉર્ડ્સમાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ શરૂ થશે અને એ માટે બન્ને ટીમના ખેલાડીઓ પ્રૅક્ટિસમાં મગ્ન છે ત્યાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સની પત્ની બેકી કમિન્સ (Becky Cummins) બે-ચાર નહીં, પણ 16 બૅગ લઈને લંડન (London) પહોંચી છે.
2023માં ડબ્લ્યૂટીસીની બીજી સીઝનમાં પૅટ કમિન્સના સુકાનમાં ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન થયું હતું.

બેકી કમિન્સ 16 બૅગ ઉપરાંત એક સ્ટ્રૉલર (ફૉલ્ડિંગ ચૅર ઑન વ્હીલ) પણ લેતી આવી છે. સોશિયલ મીડિયા પર બેકીની હળવી મજાક ઉડાવવામાં આવી રહી છે. એક નેટ યુઝરે લખ્યું, `બસ, આટલો જ સામાન લઈ આવી ઑસ્ટ્રેલિયાથી?’

પૅટ કમિન્સ કેમ સિંગાપોર જતો રહ્યો? પત્નીએ ‘ગુડબાય ઇન્ડિયા’ કેમ લખ્યું?

ક્રિકેટપ્રેમીઓએ કરી હળવી મજાક

પૅટ કમિન્સ અને બેકી કમિન્સને બે સંતાન છે. પુત્ર ચાર વર્ષનો છે અને પુત્રી હજી ચાર મહિનાની જ છે. બેકીએ ફેબ્રુઆરીમાં પુત્રીને જન્મ આપ્યો હતો. મીડિયામાં એક ક્રિકેટપ્રેમીએ બેકી કમિન્સ વિશે હળવી રમૂજમાં લખ્યું છે, `આ સામાન તમારા ચાર જણનો છે કે પછી આખા કુટુંબનો સામાન લેતી આવી?’

બેકી કમિન્સ જે 16 બૅગ લઈને ઇંગ્લૅન્ડ આવી એ જોઈને કોઈને પણ સવાલ થયો હશે કે આટલી બધી બૅગ લાવવાની છૂટ મળી કઈ રીતે? જે કંઈ હોય, ઑસ્ટ્રેલિયાના હાલના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર પૅટ કમિન્સની સુપર-લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલનો આ 16 બૅગ પરથી કોઈને પણ અંદાજ આવી જાય.

પૅટ કમિન્સના મતે ટીમ ઇન્ડિયાને કયો બહુ મોટો ફાયદો થયો છે?

કમિન્સ વર્ષે 23.16 કરોડ રૂપિયા કમાય છે

પૅટ કમિન્સની સરેરાશ વાર્ષિક કમાણી જેટલી છે એના પરથી તે (ભારતને બાદ કરતા) ઑસ્ટ્રેલિયા સહિત મોટા ભાગના દેશોના ક્રિકેટરોમાં હાઇએસ્ટ-પેઇડ ગણાય છે. તે વર્ષે 23.16 કરોડ રૂપિયા કમાય છે. એમાંથી તેને કમાણી ભારતની આઇપીએલમાં રમીને થાય છે. 2025ની આઇપીએલ માટે સનરાઇઝર્સ હૈદરાબાદનું ફ્રૅન્ચાઇઝી તેને 18 કરોડ રૂપિયા આપી રહ્યું છે.

સિડનીમાં કમિન્સ-કપલનો 82 કરોડ રૂપિયાનો બંગલો છે

સિડનીના બ્રૉન્ટ નામના ઉપનગરમાં પૅટ કમિન્સ અને બેકી કમિન્સ તેમના સંતાનો સાથે જે બંગલામાં રહે છે એનું મૂલ્ય 9.5 મિલિયન ડૉલર (અંદાજે 82 કરોડ રૂપિયા) છે. પાંચ બેડરૂમવાળા આ વિલાની પાછળ મોટું બૅકયાર્ડ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button