સ્પોર્ટસ

મેસી અને સુઆરેઝ આર્જેન્ટિનાના સ્ટેડિયમમાં બેઠા હતા અને તેમના દીકરાઓએ…

રૉસેરિયોઃ આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીનો સૌથી મોટો પુત્ર ટિઍગો પિતાના પંથે ચાલવા લાગ્યો છે. ટિઍગો આર્જેન્ટિના યુથ ટૂર્નામેન્ટમાં રમવા મેદાન પર ઊતર્યો છે. ટિઍગો મેસી એક મૅચમાં તેના ખાસ મિત્ર બેન્જામિન સુઆરેઝ સાથે રમ્યો હતો. બેન્જામિન તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી નિવૃત્ત થયેલા ઉરુગ્વેના મહાન ફૂટબૉલ ખેલાડી લુઇસ સુઆરેઝનો દીકરો છે.

મેસીની જેમ તેનો પુત્ર ટિઍગો આ ટૂર્નામેન્ટમાં ઇન્ટર માયામી ટીમ વતી રમ્યો હતો અને બેન્જામિન પણ એ જ ટીમમાં હતો, કારણકે તેના પિતા લુઇસ સુઆરેઝ આ ટીમમાં મેસીના સાથી ખેલાડી છે.

આ મૅચ જોવા મેસીની પત્ની ઍન્ટોનેલા તેમ જ પરિવારના અન્ય કેટલાક સભ્યો પણ સ્ટેડિયમમાં આવ્યા હતા. આ પરિવારજનોમાં ટિઍગોના દાદા-દાદી જોર્જ મેસી અને સેલિયા મેસી પણ હતા. મેસી-ઍન્ટોનેલાને ત્રણ પુત્ર છે અને ટિઍગો એમાંનો સૌથી મોટો છે.

https://twitter.com/i/status/1861162156432973856

આ પણ વાંચો : માયામીને અપાવેલું શીલ્ડ લિયોનેલ મેસીની 46મી વિક્રમજનક ટ્રોફી

ટિઍગો મેસી અને બેન્જામિન સુઆરેઝનો સમાવેશ ધરાવતી ઇન્ટર માયામી ટીમનો આ અન્ડર-13 મૅચમાં નેવેલ્સ ઑલ્ડ બૉય્સ નામની ટીમ સામે 0-1થી પરાજય થયો હતો.

યોગાનુયોગ, લિયોનેલ મેસીએ ફૂટબૉલની કારકિર્દી રૉસેરિયોમાં રમીને જ શરૂ કરી હતી. મેસી અને સુઆરેઝ ભૂતકાળમાં બાર્સેલોના વતી સાથે રમ્યા હતા. તેઓ બન્ને અમેરિકામાં ઇન્ટર માયામી ટીમ વતી રમી રહ્યા છે. જોકે મેજર લીગ સૉકર (એમએલએસ) ટૂર્નામેન્ટની પ્લે-ઑફમાં ઇન્ટર માયામી ટીમ બહાર થઈ ગઈ હોવાથી મેસી અને સુઆરેઝ હાલમાં રૉસેરિયોમાં તેમણે પોતપોતાના પુત્રને રમતા જોયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button