સ્પોર્ટસ

Women Cricket: સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે આવતીકાલે છેલ્લી ટી-20 મેચ, ભારત માટે ‘કરો યા મરોનો મુકાબલો’

ચેન્નઇઃ આવતીકાલે ભારતીય મહિલા ટીમ અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે સીરિઝની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રમાશે. આવતીકાલની મેચ ભારત માટે કરો યા મરો સમાન રહેશે. સાઉથ આફ્રિકાની ટીમે પ્રથમ મેચમાં જીત મેળવીને ત્રણ મેચની સીરિઝમાં 1-0થી લીડ મેળવી હતી. જ્યારે બીજી મેચ વરસાદના કારણે રદ્દ કરાઇ હતી. ભારતીય ટીમ આ મેચ જીતીને સીરિઝ ડ્રો કરવાનો પ્રયાસ કરશે.

જો કે આ માટે ભારતીય બોલરોએ તેમના પ્રદર્શનનું સ્તર સુધારવું પડશે, જેની સામે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ મેચમાં નવ વિકેટે 189 રન કર્યા હતા અને 12 રને જીત મેળવી હતી. બીજી મેચમાં વરસાદના કારણે ભારતને બેટિંગ કરવાની તક મળી ન હતી પરંતુ આ મેચમાં પણ બોલરોએ છ વિકેટે 177 રન આપ્યા હતા. ત્રીજી મેચમાં પણ વરસાદ વરસવાની શક્યતા છે.

આ પણ વાંચો: Women cricket: શ્રીલંકાની આ ખેલાડીએ 31 બાઉન્ડ્રી ફટકારી અણનમ 195 રન બનાવ્યા, રેકોર્ડ્સનો વરસાદ

બંને મેચમાં બે-બે વિકેટ ઝડપનાર પૂજા વસ્ત્રાકર અને સ્પિનર દીપ્તિ શર્માને બાદ કરતાં મોટા ભાગના ભારતીય બોલરો નિષ્ફળ રહ્યા હતા. જ્યારે રેણુકા સિંહનું પ્રથમ મેચમાં પ્રદર્શન ખરાબ રહ્યું હતું. શ્રેયંકા પાટિલ અને રાધા યાદવે રવિવારે એક-એક વિકેટ લીધી હતી પરંતુ આ બંને બોલરો પણ રન રોકવામાં નિષ્ફળ ગયા હતા.

બેટ્સમેનોએ પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમિમાહ રોડ્રિગ્સ (અણનમ 53), સ્મૃતિ મંધાના (46), હરમનપ્રીત (35), શેફાલી વર્મા (18) અને દયાલન હેમલતા (14)એ બેટિંગમાં સારું યોગદાન આપ્યું હતું. રવિવારે ટી20માં ડેબ્યૂ કરનાર વિકેટકીપર ઉમા છેત્રીને ટીમમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તેવી શક્યતા છે.

બીજી તરફ દક્ષિણ આફ્રિકા માટે તજમીન બ્રિટ્સે સતત બે અડધી સદી ફટકારીને શાનદાર ફોર્મ બતાવ્યું છે. બ્રિટ્સ ઉપરાંત, કેપ્ટન લૌરા વોલવાર્ટ, મારિજન કેપ અને એનેકે બોશ પણ ઝડપી બેટિંગ કરી રહ્યા છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker