લક્ષ્ય સેન ઑલિમ્પિક્સના ડેબ્યૂમાં પહેલો રાઉન્ડ જીત્યો
પૅરિસ: ભારતનો ટોચનો બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન શનિવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં પહેલો રાઉન્ડ જીતીને સેક્ન્ડ રાઉન્ડમાં પહોંચી ગયો હતો. તેણે ગ્વાટેમાલાના કેવિન કૉર્ડનને 21-8, 22-20થી પરાજિત કર્યો હતો.
આ પણ વાંચો: સુરતનો હરમીદ દેસાઈ પહેલી જ ઑલિમ્પિક્સના બીજા રાઉન્ડમાં પહોંચી ગયો
કેવિન પૅન અમેરિકન ચૅમ્પિયન તરીકે આ રમતોત્સવમાં આવ્યો હતો, પણ લક્ષ્ય સેને તેને 42 મિનિટમાં હરાવી દીધો હતો.
કેવિને બીજી ગેમમાં સારું કમબૅક કર્યું હતું, પરંતુ લક્ષ્ય સેને પણ પોતાનો પર્ફોર્મન્સ સુધાર્યો હતો અને તેને બરાબરીમાં આવવા નહોતો દીધો.
આ પણ વાંચો: શૂટર મનુ ભાકર પહેલી વાર ઑલિમ્પિક્સની ફાઇનલમાં, ભારતને નિરાશામાંથી બહાર લાવી દીધું
ભારતીય બૅડમિન્ટનના લેજન્ડ પ્રકાશ પાદુકોણ અને વિમલ કુમાર બૅડમિન્ટન કોર્ટની નજીકથી લક્ષ્ય સેનને પાનો ચડાવી રહ્યા હતા, ઉત્સાહ અપાવી રહ્યા હતા અને ભૂલ બતાવીને એમાં સુધારો કરાવતા રહ્યા હતા.
ખાસ કરીને બન્ને હરીફ ખેલાડીઓ 20-20ની બરાબરીમાં હતા ત્યારે લક્ષ્યને કોર્ટની બહારથી વધુ ઉત્સાહ અપાવાયો હતો અને તેણે બીજા બે પૉઇન્ટ મેળવીને મૅચ જીતી લીધી હતી.