લક્ષ્ય સેને ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો! માત્ર આટલી મિનીટમાં જાપાનના ખેલાડીને ધૂળ ચટાડી…

સિડની: ભારતના 24 વર્ષીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને મોટી સિદ્ધિ મેળવી છે, લક્ષ્યએ ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 500નો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચમાં જાપાનના યુશી તનાકાને સીધા બે સેટમાં હરાવીને લક્ષ્યએ તેનો ત્રીજો સુપર 500 ખિતાબ જીત્યો છે.
લક્ષ્યએ આજે રવિવારે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન સુપર-500 ટુર્નામેન્ટના મેન્સ સિંગલ્સની ફાઇનલમાં જાપાનના યુશી તનાકાને 21-15, 21-11થી હરાવ્યો. લક્ષ્ય સેન છેલ્લા ઘણાં સમયથી ઘણી મોટી ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચતો હતો, પરંતુ તે ટાઇટલ જીતી શક્યો ન હતો.
માત્ર 38 મિનિટ જ મેચ સમાપ્ત:
જાપાનનાં યુશી તનાકા સામેની ફાઈનલ મેચમાં લક્ષ્ય સેને શરૂઆતથી જ પકડ જમાવી હતી. પહેલો સેટ 21-15થી જીતીને લક્ષ્યએ 1-0ની લીડ મેળવી હતી. ત્યાર બાદ બીજા સેટમાં લક્ષ્યે જાપાનના યુશી તનાકાને કોઈતક ન આપી, બીજો સેટ 21-11થી પોતાના નામે કર્યો, લક્ષ્યએ આક્રમક રમત રમીને માત્ર 38 મિનિટ જ મેચ જીતી લીધી.
ટીકાકારોને ઈશારાથી જવાબ:
ટાઈટલ જીતીને લક્ષ્ય એ સેલિબ્રેશન દરમિયાન તેના ટીકાકારોને સંદેશ આપ્યો, તેણે પોતાના બંને કાન બંધ કરીને આંખો બંધ કરીને ટીકાકારોને ચુપ રહેવા ઈશારો કર્યો. લક્ષ્ય ગત વર્ષે ઓલિમ્પિકમાં મેડલ જીતી શક્યો ન હતો, 2025 ની શરૂઆત પણ તેના માટે ખરાબ રહી. તે ઘણાં સમયથી પોતાનું ફોર્મ પાછું મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.
2025નું વર્ષ આગળ લક્ષ્યના પ્રદર્શનમાં સુધારો થતો ગયો, તે હોંગકોંગ સુપર 500 ટાઇટલ જીતવાથી થોડો ચુકી ગયો. ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેણે પોતાનું ફોર્મ સાબિત કર્યું છે.



