સ્પોર્ટસ

ઍમ્બપ્પે સારું ન રમ્યો એટલે રિયલ મૅડ્રિડની ટીમ થઈ પરાજિત…

લિવરપૂલઃ 2022ના ફિફા વર્લ્ડ કપની રનર-અપ ટીમ ફ્રાન્સનો ખેલાડી કીલિયાન ઍમ્બપ્પે (Mbappe) પ્રોફેશનલ ફૂટબૉલ (football)ની વર્તમાન સીઝનમાં આઉટ ઑફ ક્નટ્રોલ રહ્યો છે, તે ભાગ્યે જ હરીફ ટીમના કાબૂમાં રહ્યો છે અને એવો એક કિસ્સો મંગળવારે ઍન્ફિલ્ડમાં બની ગયો જ્યાં ચૅમ્પિયન્સ લીગમાં રિયલ મૅડ્રિડ (Real Madrid)ના આ સુપરસ્ટાર ખેલાડીએ નબળું પર્ફોર્મ કર્યું અને મૅડ્રિડની ટીમે લિવરપૂલ સામે 0-1થી પરાજય જોવો પડ્યો હતો.

કોચ ઝાબી અલૉન્સોએ પણ ઍમ્બપ્પેના પર્ફોર્મન્સ વિશે આડકતરી રીતે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પત્રકારોને ઍમ્બપ્પેનું નામ લીધા વિના કહ્યું, ` મૅચની અંતિમ પળોમાં હરીફ ટીમ સામે જે પડકાર હોવો જોઈતો હતો એનો આ મૅચમાં અભાવ હતો.’

લિવરપૂલના ડિફેન્ડરોએ સંરક્ષણની જાળ એટલી બધી મજબૂત રાખી હતી કે ઍમ્બપ્પે મૅચમાં માત્ર ત્રણ વખત ગોલપોસ્ટ તરફ બૉલને મોકલવામાં સફળ થયો હતો જેમાંથી એક પણ વખત બૉલ ટાર્ગેટ પર નહોતો. મૅડ્રિડના વિનિસિયન જુનિયરને પણ લિવરપૂલની ટીમે કાબૂમાં રાખ્યો હતો. લિવરપૂલ વતી થયેલા મૅચ-વિનિંગ ગોલ ઍલેક્સિસ ઍલિસ્ટરે 61મી મિનિટમાં કર્યો હતો.

ઍમ્બપ્પે 17 મૅચમાં 21 ગોલ કરીને લિવરપૂલ સામે રમવા આવ્યો હતો. જોકે નબળા ફૉર્મને કારણે હવે તે બલૉં ડી’ઑર પુરસ્કાર માટેના દાવેદારોમાં રહેશે કે કેમ એમાં શંકા છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button