સ્પોર્ટસ

IND Vs ENG: ચોથા દિવસે Kuldeep Yadavએ કરી Ravindra Jadejaવાળી અને કર્યું કંઈક એવું કે…

IND vs ENG Third Test Match: રાજકોટ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ફરી એક Ravindra Jadeja અને Sarfaraz Khanવાળી ઘટનાનું પુનરાવર્તન થયું હતું ખાલી ફરક એટલો હતો કે આ વખતે Ravindra Jadejaની જગ્યાએ હતો Kuldeep Yadav હતો અને Sarfaraz Khanની જગ્યાએ હતો Shubhman Gill. ત્રીજી ટેસ્ટ મેચમાં Indian Team બીજી ઈનિંગમાં કુલદીપ યાદવની ભૂલને કારણે શુભમન ગિલ રન આઉટ થઈ ગયો હતો. જોકે આ રીતે આઉટ થઈ ગયા શુભમન ગિલ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. સામે પક્ષે કુલદીપ યાદવ પણનપોતાની ભૂલ સમજીને પીચ પર રડવા લાગ્યો હતો. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ફોટો, વીડિયો અને મીમ્સનું ઘોડાપુર આવ્યું છે.

વાત જાણે એમ છે કે કુલદીપ યાદવે મિડ-વિકેટ તરફ શોટ માર્યો અને એ શોટ લૉગ ઑન થયો અને બોલ ફિલ્ડરની નજીક જ જઈને પડ્યો હતો. તેમ છતાં કુલદીપ અને શુભમન ગિલ રન લેવા માટે દોડ્યા હતા. પરંતુ અધવચ્ચે જ પહોંચીને કુલદીપે રન કરવાની ના પાડી દીધી હતી. સ્ટોક્સે બોલ કેચ કરીને ઝડપથી ફેંક્યો અને બોલર ટોમ હાર્ટલીએ બોલ કેચ કરીને તેને રન આઉટ કરી દીધો હતો. ગિલ ક્રીઝ પર પાછો ફરવામાં મોડો પડ્યો હતો અને એને કારણે રન આઉટ થઈ ગયો હતો. રન આઉટ થયા બાદ ગિલ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. જે પછી કુલદીપ માથું નમાવીને બેસી ગયો અને રડવા લાગ્યો હતો…


આવો નેટીઝન્સે શું કહી રહ્યા છે-

https://twitter.com/jaunkiduniya/status/1759088146640498927?s=20
https://twitter.com/JioCinema/status/1759085999689179290?s=20
https://twitter.com/DenissForReal/status/1759074693649236426?s=20

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button