સ્પોર્ટસ
ભારતે 30 રનની સરસાઈ લીધા પછી કુલદીપે પહેલી વિકેટ અપાવી

કોલકાતા: ઈડન ગાર્ડન્સ (Eden Gardens)માં પહેલી ટેસ્ટમાં આજે બીજા દિવસે ભારતનો પ્રથમ દાવ 189 રનના સ્કોર પર સમાપ્ત થતાં 30 રનની લીડ મળી હતી અને ત્યાર બાદ સાઉથ આફ્રિકાએ 18 રનમાં એક વિકેટ ગુમાવી હતી.
ઓપનર રાયન રિકલ્ટન 11 રન કરીને સ્પિનર કુલદીપ યાદવના બૉલમાં એલબીડબલ્યૂ થયો હતો. એ સાથે જ ટી-બ્રેક થોડો વહેલો લઈ લેવામાં આવ્યો હતો.

ભારત (India)ના 189 રનમાં રાહુલના 39 રન હાઈએસ્ટ હતા. સુંદરે 29 રન, જાડેજા અને પંતે 27-27 રન, અક્ષરે 16 રન અને જુરેલે 14 રન કર્યા હતા. ટીમ ઇન્ડિયાને 18 રન એક્સ્ટ્રામાં મળ્યા હતા.
ઑફ સ્પિનર સાઇમન હાર્મરે ચાર અને પેસ બોલર માર્કો યેનસેને ત્રણ વિકેટ લીધી હતી.
બીજા દિવસે મૅચનો ત્રીજો દાવ શરૂ થઈ ગયો એ જોતાં આ મૅચ ત્રીજા-ચોથા દિવસે જ પૂરી થઈ જવાની સંભાવના છે.
આ પણ વાંચો…ભારતના છગ્ગા માસ્ટર્સમાં હવે રિષભ પંત સર્વશ્રેષ્ઠ



