મુંબઈ: ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 52 રનથી હરાવીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બની, આ ઐતિહાસિક સિદ્ધિની દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના દિગ્ગજો પણ મહિલા ક્રિકેટને અભિનંદન પાઠવી રહ્યા છે, વિરાટ કોહલી અને સચિન તેંદુલકરે પણ સોશિયલ મીડિયા પર ગર્વથી લાગણી શેર કરી છે.
બે વાર વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ રહેલા વિરાટ કોહલીએ ઐતિહાસિક જીત પર ભારતીય મહિલા ટીમને અભિનંદન આપ્યા. ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું કે તેમને ટીમ પર ખુબ જ ગર્વ છે, અને આ ક્ષણ પેઢીઓ સુધી છોકરીઓની ક્રિકેટ રમવા માટે પ્રેરણા આપતી રહેશે.

પેઢીઓ સુધી પ્રેરણા આપશે:
વિરાટ કોહલીએ લખ્યું, “છોકરીઓએ ઇતિહાસ રચ્યો છે. આટલા વર્ષોની મહેનત આખરે ફળીભૂત થઇ એ જોઈને ભારતીય તરીકે મને અત્યંય ગર્વ છે. આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા બદલ હરમન અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. પડદા પાછળ કામ કરનાર આખી ટીમ અને મેનેજમેન્ટને પણ અભિનંદન. વેલ ડન ભારત. આ ક્ષણનો ઉજવણી કરો, આ આપણા દેશમાં પેઢીઓ સુધી છોકરીઓને રમત અપનાવવા માટે પ્રેરણા આપશે. જય હિન્દ.”
સચિન તેંદુલકરે શું કહ્યું?
ભારતની પુરુષ ક્રિકેટ ટીમના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે મહિલા ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ જીતને, 1983માં પુરુષ વર્લ્ડ કપ જીત સમયની ભાવના સાથે સરખાવી. તેમણે આ જીતને નિર્ણાયક ક્ષણ ગણાવી જે અસંખ્ય યુવાન છોકરીઓને મોટા સ્વપ્ન જોવા માટે પ્રેરણા આપશે કે તેઓ એક દિવસ ટ્રોફી ઉપાડી શકે છે.
સચિને X પરની પોસ્ટમાં લખ્યું, “1983 એ આખી પેઢીને મોટા સપના જોવા અને તે સપનાઓને પૂરા કરવા માટે પ્રેરણા આપી હતી. આજે, આપણી મહિલા ક્રિકેટ ટીમે મોટી સિદ્ધિ મેળવી છે. તેમણે દેશભરની અસંખ્ય યુવાન છોકરીઓને બેટ અને બોલ ઉપાડવા, મેદાનમાં ઉતરવા અને એ વિશ્વાસ કરવા માટે પ્રેરણા આપી છે કે તેઓ પણ એક દિવસ તે ટ્રોફી ઉપાડી શકે છે. ભારતીય મહિલા ક્રિકેટની સફરમાં આ એક નિર્ણાયક ક્ષણ છે. શાબાશ, ટીમ ઇન્ડિયા. તમે આખા દેશને ગર્વ અપાવ્યો છે.”

વર્લ્ડ કપ જીતનાર ચોથી ટીમ:
ગઈ કાલે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડીયમમાં રમાયેલી મેચમાં શેફાલી વર્મા અને દીપ્તિ શર્માના ઓલરાઉન્ડ પરફોર્મન્સને કારણે ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતીય ટીમ ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ જીતનાર ચોથી ટીમ બની છે, અગાઇ ઓસ્ટ્રેલિયા (7), ઇંગ્લેન્ડ (4) અને ન્યુઝીલેન્ડ (1)ની ટીમ વર્લ્ડ કપ જીતી ચુકી છે.
આ પણ વાંચો…ભારતીય મહિલા ક્રિકેટરો પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયન…