લંડનમાં કોહલીની લીલાલહેર, પણ ફિટનેસ ટેસ્ટ આપી એટલે…
વિરાટ વર્ષ દરમ્યાન મોટા ભાગે ઇંગ્લૅન્ડમાં જ રહે છે, પરિવાર સાથે ત્યાં જ સ્થાયી થઈ જશે?

લંડનઃ રોહિત શર્મા સહિત ઘણા ક્રિકેટરોએ બેંગલૂરુમાં બીસીસીઆઇ (BCCI)ના સેન્ટર ઑફ એક્સેલન્સ (સીઓઇ)માં ફિટનેસ ટેસ્ટ આપી છે, પણ વિરાટ કોહલી ઘણા દિવસથી લંડનમાં પરિવાર સાથે રહે છે અને તેણે ત્યાં જ ફિટનેસ ટેસ્ટ આપી એટલે સોશ્યલ મીડિયામાં ચર્ચા છે કે બીસીસીઆઇએ કોહલી (KOHLI)ને આ ખાસ સુવિધા કરી આપી એ મુદ્દો જરૂર ચર્ચાસ્પદ થશે.
રોહિત ઉપરાંત શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ વગેરે ખેલાડીઓએ બેંગલૂરુ (BENGALURU)માં ફિટનેસ ટેસ્ટ (FITNESS TEST) પાસ કરી લીધી હોવાનું મનાય છે. બીજી તરફ, એક જાણીતા હિન્દી દૈનિકના અહેવાલ મુજબ કોહલીએ લંડનમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. કહેવાય છે કે કોહલીએ આ સુવિધા માટે અગાઉથી બીસીસીઆઇની પરવાનગી મેળવી લીધી હતી.
આપણ વાંચો: અચાનક યુવકને કેમ આવવા લાગ્યા વિરાટ કોહલી, ડિવિલયર્સના કોલ? રજત પાટીદાર સાથે છે કનેક્શન…
રોહિત અને કોહલી હવે છેક બીજી ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા સામે શરૂ થનારી વન-ડે શ્રેણીથી ફરી મેદાન પર જોવા મળશે. આ બન્ને દિગ્ગજો ટી-20 ઇન્ટરનૅશનલ અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.
એવું કહેવાય છે કે કોહલી હવે મોટા ભાગે લંડનમાં જ રહેશે. તે વન-ડે ઇન્ટરનૅશનલ મૅચો અને આઇપીએલ રમવા માટે જ ભારત આવશે. તાજેતરમાં તે લંડનની બજારમાં પત્ની અનુષ્કા શર્મા સાથે નિરાંતે ફરી રહેલો જોવા મળ્યો હતો.
ભારતમાં તે આ રીતે સપરિવાર ક્યાંય ન જઈ શકે એ હેતુથી જ તેણે લંડનમાં સ્થાયી થવાનું નક્કી કર્યું હોય એવી ચર્ચા છે. કહેવાય છે કે તેણે ત્યાં ઘર પણ લઈ રાખ્યું છે.