સ્પોર્ટસ

IPLમાં ગાર્ડ સાથે મારામારીથી બાંગ્લાદેશી ક્રિકેટરની ખરીદી સુધીના શાહરૂખના વિવાદ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ હિન્દુઓ પર અત્યાચાર અને હત્યા થઈ રહી છે. . ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2026ની સીઝન માટે શાહરૂખની ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) એ બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો છે. જેને લઈ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન વિવાદમાં આવ્યો છે. આઈપીએલ સાથે જોડાયેલો શાહરૂખ ખાનનો આ પ્રથમ વિવાદ નથી. આમ પણ, આઈપીએલ સાથે જોડાયેલા વિવાદોમાં શાહરૂખનો જૂનો નાતો રહ્યો છે.

2024માં સ્ટેડિયમમાં સ્મોકિંગ

આઈપીએલ 2024ની ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ સનરાઈઝર્સ હૈદરાબાદને 4 રને હરાવ્યું છે. ‘કિંગ ખાન’ પણ પોતાની ટીમને પ્રોત્સાહિત કરવા કોલકાતા પહોંચ્યા હતા. મેચ દરમિયાન તે સ્ટેડિયમમાં સ્મોકિંગ કરતા જોવા મળ્યો હતો. આ કારણે શાહરૂખ ખાન ફરી એકવાર ચર્ચાઓમાં આવ્યા હતો.

વાનખેડે સ્ટેડિયમમાં 5 વર્ષ માટે પ્રતિબંધ લાગ્યો હતો

આ કિસ્સો વર્ષ 2012નો છે. આઈપીએલની 5મી સીઝન ચાલી રહી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી એક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. મેચ પૂરી થયા બાદ શાહરૂખ ખાન પોતાની પુત્રી સુહાના ખાન સાથે મેદાન પર આવ્યો હતો.. પરંતુ વચ્ચે જ સિક્યુરિટી ગાર્ડે તેમને રોક્યા હતા.

આ દરમિયાન કિંગ ખાન સિક્યુરિટી ગાર્ડ સાથે ભીડાઈ ગયા હતા અને તેમની વચ્ચે ધક્કા-મુક્કી થઈ હતી. આ ઘટના બાદ MCA (મુંબઈ ક્રિકેટ એસોસિએશન) એ શાહરૂખ પર 5 વર્ષ માટે વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

જોકે, તે સમયે આઈપીએલ ચેરમેન અને બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા શાહરૂખના બચાવમાં આગળ આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ અંગેનો અંતિમ નિર્ણય બીસીસીઆઈ લેશે. પરંતુ એમસીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પોતાના નિર્ણય પર મક્કમ છે. આ મામલે એમસીએ અને બીસીસીઆઈ આમને-સામને આવી ગયા હોય તેવું જણાતું હતું.

જોકે, 4 વર્ષ પછી તેમને આ મામલે ક્લીન ચીટ મળી ગઈ હતી. શાહરૂખ ખાને થોડા વર્ષો પછી એક કાર્યક્રમમાં આ મામલે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ત્યાં એક સિક્યુરિટી ગાર્ડે તેમના ધર્મ વિશે ટિપ્પણી કરી હતી, જેના કારણે તેમને ગુસ્સો આવ્યો હતો.

આ પણ વાંચો…શાહરૂખે IPLમાં KKR માટે બાંગ્લાદેશી ક્રિકેટરને ખરીદીને દેશદ્રોહ કર્યો ?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button