
મુંબઈ: દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મેચમાં થયેલી ઈજામાંથી શુભમન ગિલ રીકવર થઇ શક્યો નથી, જેને કારણે તે હાલ ગુવાહાટીમાં ચાલી રહેલી બીજી મેચમાં ભાગ નથી લઇ શક્યો. 30મી નવેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ODI મેચની સિરીઝ શરુ થવાની છે, જેમાંથી શુભમન ગિલને બહાર રાખવામાં આવશે એ લગભગ નક્કી છે. એવામાં અહેવાલ છે કે ODI સિરીઝમાં ટીમની કેપ્ટનશીપ કેએલ રાહુલને સોંપવામાં આવી શકે છે.


શુભમન ગિલને ગાળામાં થયેલી ઈજા વધુ ગંભીર જણાઈ રહી છે. BCCIના જણાવ્યા અનુસાર, ગિલને રિકવર થતા અપેક્ષા કરતાં વધુ સમય લાગી શકે છે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પાંસળીમ થયેલી ઈજાને કારણે ટીમનો વાઈસ-કેપ્ટન શ્રેયસ ઐયર પણ ક્રિકેટથી દુર છે. જેના કારણે સિલેક્ટર્સ કોઈ અનુભવી ખેલાડીને કેપ્ટન બનાવી શકે છે, જેમાં માટે કેએલ રાહુલનું નામ સૌથી આગળ છે.
હાલમાં ગુવાહાટીમાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ઋષભ પંત ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ODI કેપ્ટન માટે ઋષભ પંત પણ એક વિકલ્પ છે, પરંતુ તાજેતરમાં તે ખુબ ઓછા ODI મેચ રમ્યો છે, છેલ્લા વર્ષમાં પંતે માત્ર એક ODI મેચ રમી હતી. જેને કારણે વિકેટકીપર બેટર કેએલ રાહુલ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે.
કે એલ રાહુલ બે વર્ષ બાદ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે, રાહુલે છેલ્લે ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટીમનું નેતૃત્વ કર્યું હતું.
આપણ વાંચો: રિષભ પંત ટેસ્ટના 93 વર્ષના ઇતિહાસમાં એવો બીજો વિકેટકીપર-કૅપ્ટન બન્યો જેણે…



