દિલ્હી ટેસ્ટમાં કે એલ રાહુલ પાસે આ રેકોર્ડ તોડવાની તક | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

દિલ્હી ટેસ્ટમાં કે એલ રાહુલ પાસે આ રેકોર્ડ તોડવાની તક

દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમે એક ઇનિંગ અને 140 રને શાનદાર જીત મેળવી. હવે સિરીઝની બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમની નજર આ મેચ જીતીને સિરીઝમાં ક્લીન સ્વીપ કરવા પર હશે, જ્યારે કેએલ રાહુલની નજર એક માઈલ સ્ટોન પર હશે.

અમદાવાદ ટેસ્ટમાં કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી હતી, તેણે 100 રનની ઇનિંગ રમી હતી. બીજી ટેસ્ટમાં, તેની પાસે એક ખાસ રેકોર્ડ બનાવવાની તક હશે. બીજી ટેસ્ટમાં 111 રન બનાવતાની સાથે કે એલ રાહુલ ટેસ્ટ ક્રિકેટમાં 4,000 રન પૂરા કરી લેશે.

આ સાથે ટેસ્ટ ક્રિકેટમાં રન બનાવવાના મામલે મુરલી વિજયને પાછળ છોડી દેશે. મુરલી વિજયે 61 ટેસ્ટ મેચમાં કુલ 3,982 રન બનાવ્યા હતા.

કેએલ રાહુલનું ટેસ્ટ કરિયર:
કેએલ રાહુલે 11 વર્ષ પહેલા 2014 માં માટે ટેસ્ટ ક્રિકેટના ડેબ્યૂ કર્યું હતું. તેને અત્યાર સુધી 64 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 36ની એવરેજથી કુલ 3,889 રન બનાવ્યા છે, જેમાં તેણે 11 સદી અને 19 અડધી સદી ફટકારી છે. તેનો હાઈએસ્ટ સ્કોર સ્કોર 199 રન રહ્યો છે.

આપણ વાંચો:  રોહિતને કારણે ડ્રેસિંગ રૂમનું કલ્ચર બગડી શકતું હતું! કેપ્ટનશીપ બદલવા અંગે મોટો દાવો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button