KL Rahulએ કેમ હાથ જોડવા પડ્યા Rishabh Pantને? વીડિયો થયો વાઈરલ… | મુંબઈ સમાચાર

KL Rahulએ કેમ હાથ જોડવા પડ્યા Rishabh Pantને? વીડિયો થયો વાઈરલ…

હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં ધમાકેદાર ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થયો છે અને ઈંગ્લેન્ડે ટોસ જિતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. જાણે આ જ મોકાની રાહ જોતા હોય એમ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ ઈંગ્લેન્ડના ખિલાડીઓ પર વરસી પડ્યા. ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાસ અને કેપ્ટન શુભમન ગિલે સદી ફટકારી હતી અને આજે રિષભ પંતે પણ સ્ફોટક સદી ફટકારી દીધી છે.

જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ડ્રેસિંગ રૂમનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં કેએલ રાહુલ રિષભ પંતને જોઈને હાથ જોડતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને નેટિઝન્સ ચોંકી ઉઠ્યા છે. આવો જોઈએ આખરે પંતે એવું શું કરવું પડ્યું કે કેએલ રાહુલે હાથ જોડવા પડ્યા…

આપણ વાંચો: છ ફૂટ, ચાર ઇંચ ઊંચા ટીનેજરે કેએલ રાહુલની વિકેટ લીધી એટલે ફાવી ગયો, જાણો કેવી રીતે…

પહેલાં જ દિવસે બેટિંગ કરી રહેલી ટીમ ઈન્ડિયા દમદાર શરૂઆત કરીને સ્કોર બોર્ડ પર 359 રન ખડકી દીધા હતા. જ્યારે મેજબાન ઈંગ્લેન્ડ ભારતના ત્રણ બેટ્સમેનને આઉટ કરવામાં સફળ પણ રહ્યું. ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ બે વિકેટ લીધી હતી, જ્યારે બ્રેડન કોર્સે એક વિકેટ લીધી હતી. કેએલ રાહુલ 42 રન બનાવીને આઉટ થયો, જ્યારે સાઈ સુદર્શન ડેબ્યુ મેચમાં ખાતુ પણ ખોલી શક્યો નહીં. જયસ્વાલ 101 રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

ગિલ અને જયસ્વાલની સેન્ચ્યુરી બાદ રિષભ પંતે પોતાનો પંત સ્પેશિયલ શો દેખાડતા હાફ સેન્ચ્યુરી ફટકારી દીધી હતી. પંતને વિદેશી પીચ માટે ટીમ ઈન્ડિયાનો કિંગ માનવામાં આવે છે. આ વખતે પણ તે દર્શકો અને ટીમની અપેક્ષા પર ખરો ઉતર્યો હતો અને બીજા દિવસે એટલે આજે તેણે પોતાની સદી પૂરી કરી હતી.

આપણ વાંચો: કેએલ રાહુલે કોહલીનો રેકૉર્ડ તોડી નાખ્યો, ગેઇલ-બાબરની બરાબરીમાં આવી ગયો

વાત કરીએ વાઈરલ થઈ રહેલાં વીડિયોની તો બીસીસીઆઈ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સ્ટ્મ્પ્સ થયા બાદ પંતનું ડ્રેસિંગ રૂમમાં જોરદાર સ્વાગકત કરવામાં આવ્યું હતું. કેએલ રાહુલે ગિલને ગળે લગાવીને હાથ મિલાવીને શુભેચ્છા આપી હતી, પરંતુ પંતને જોતા જ તે પંતને હાથ જોડવા લાગ્યો હતો.

https://twitter.com/BCCI/status/1936145500912468351

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સની તેના પર મજેદાર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો. તમારું દિલ પણ આ વીડિયો જોઈને એકદમ ગાર્ડન ગાર્ડન થઈ જશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button