રાહુલે સેન્ચુરી ફટકાર્યા પછી કેમ સીટી વગાડી? કારણ જાણી લો…

રાજકોટઃ વિકેટકીપર-બૅટ્સમૅન કે. એલ. રાહુલ (112 અણનમ, 92 બૉલ, 121 મિનિટ, એક સિક્સર, અગિયાર ફોર)ની સૌથી મોટી ખાસિયત એ છે કે ટીમ ઇન્ડિયા જ્યારે પણ મુસીબતમાં હોય, વિરાટ-રોહિત જેવા દિગ્ગજો નિષ્ફળ ગયા હોય અને ભારતે મોટી કસોટી આપવાની હોય ત્યારે તે ટીમને ઉગારી જતો હોય છે અને બુધવારે રાજકોટમાં તે ન્યૂ ઝીલૅન્ડ સામે એવી જ ઇનિંગ્સ રમ્યો હતો અને આઠમી વન-ડે સેન્ચુરી પૂરી કર્યા બાદ તેણે આનંદિત મૂડમાં સીટી વગાડી હતી.
ભારતે જ્યારે 112 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, રોહિત તેમ જ ગિલ, કોહલી અને શ્રેયસ આઉટ થઈ ગયા હતા ત્યારે રાહુલ (KL Rahul) ક્રીઝમાં અડીખમ રહ્યો હતો અને જેવી સેન્ચુરી પૂરી થઈ કે તેણે ઉત્સાહિત થઈને જે જશન મનાવ્યું એ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગયું.
આપણ વાચો: વેન્ગસરકર પછી કે. એલ. રાહુલ એવો બીજો બૅટ્સમૅન છે જેણે…
છગ્ગા સાથે પૂરી કરી આઠમી સેન્ચુરી
રાહુલે છગ્ગો ફટકારીને સેન્ચુરી પૂરી કરી હતી. તેણે ત્યાર બાદ હેલ્મેટ ઉતારી હતી, બૅટ ઊંચુ કર્યું હતું અને સીટી વગાડી હતી. અગાઉ તેણે આ રીતે સીટી વગાડીને ક્યારેય સેલિબે્રશન નહોતું કર્યું. સવાલ એ છે કે આ વખતે તેણે શા માટે આવું કર્યું.
વાસ્તવમાં રાહુલે તેની પુત્રી (Daughter) માટે આ સીટી વગાડી હતી. બેંગલૂરુમાં જન્મેલા અને મેંગલોરમાં ઉછરેલા રાહુલે જાન્યુઆરી 2023માં અભિનેતા સુનીલ શેટ્ટીની ઍક્ટ્રેસ-પુત્રી આથિયા સાથે લગ્ન કર્યા હતા. આથિયાએ 2025ની 24મી માર્ચે બાળકીને જન્મ આપ્યો હતો.

આપણ વાચો: અમિત મિશ્રાએ મૌન તોડતા કહ્યું, ‘સંજીવ ગોયેન્કા કે. એલ. રાહુલ પર ગુસ્સે થયા હતા, કારણકે…’
રાજકોટમાં વન-ડે સદી ફટકારનાર પ્રથમ ભારતીય
રાહુલ રાજકોટ (Rajkot)માં વન-ડેમાં સદી ફટકારનારો પહેલો જ ભારતીય ખેલાડી છે. રોહિત શર્મા કે વિરાટ કોહલી જેવા દિગ્ગજો પણ આ ગ્રાઉન્ડ પર ક્યારેય વન-ડેમાં સદી નહોતા ફટકારી શક્યા. તે વન-ડેના બૅટ્સમેનોના રૅન્કિંગમાં પાંચમા નંબરે છે.



