IPL-2024નો ફીવર અત્યારે ક્રિકેટપ્રેમીઓ પર પરવાન ચઢી રહ્યો છે પણ એ પહેલાં KKRના બેટ્સમેન Rinku Singh અને RCBના Virat Kohli વચ્ચે એક મજેદાર ચિટચેટ કોલકતાના ઈડન ગાર્ડન્સમાં થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું હજી એ મજેદાર ચિટચેટ…
વાત જાણે એમ છે કે આઈપીએલ દરમિયાન કોઈ સ્પિનરની સામે શોટ રમતા KKRના બેટ્સમેન Rinku Singhનું બેટ તૂટી ગયું હતું અને હવે તેણે RCBના Virat Kohli પાસે નવા બેટની માગણી કરી હતી. આ આખી ઘટના કેકેઆરના કેમેરામેન પોતાના કેમેરામાં કેદ કરી લીધી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો.
વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે Rinku Singh અને Virat Kohli બંને વાત કરી રહ્યા છે. જેમાં રિંકુ વિરાટને જણાવે છે તેનાથી પહેલાવાળી બેટ તૂટી ગઈ છે અને રિંકુની નજર કોહલી પાસે રહેલી બે બેટ પર હોય છે. આ જોઈને થોડા ચિંતિત થઈ ગયેલો કોહલી રિંકુને પૂછે છે કે એ બેટ ક્યાં ગઈ અને શું તું મારી પાસેથી બીજી બેટ માંગી રહ્યો છે? પરંતુ રિંકુ કોઈ જવાબ આપે એ પહેલાં જ વિરાટ કોહલીએ મજાકિયા અંદાજમાં કહ્યું કે જો હું તને બે મેચમાં બે બેટ આપી દઈશ તો ટૂર્નામેન્ટની આગળની મેચમાં મને મુશ્કેલી પડી શકે છે.
આ આખી ઘટના 21મી એપ્રિલના કોલકતાના ઈડન ગાર્ડન ખાતે KKR Vs RCB વચ્ચે રમાનારી મેચ પહેલાંની છે. આ પહેલાં આરસીબીની હોમ ગ્રાઉન્ડ એમ ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં કેકેઆરે આરસીબીને ખૂબ જ ખરાબ રીતે પરાજિત કરી હતી. આ જ મેચ બાદ RCBના બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાની બેટ KKRના યુવાન ખેલાડી રિંકુ સિંહને પોતાની બેટ ગિફ્ટમાં આપી દીધી હતી.