IPL 2024સ્પોર્ટસ

IPL 2024 Final: KKR અને SRH વચ્ચે મહામુકાબલો, જાણો પિચ-વેધર રીપોર્ટ, પ્લેઇંગ-11 અને રેકોર્ડ

ચેન્નઈ: છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના 17મા એડીશનની આજે ફાઈનલ મેચ(Final Match) રમાશે. આજે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ આજે સાંજે કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) અને હૈદરાબાદ સનરાઈઝર્સ(SRH) વચ્ચે મહા મુકાબલો થશે. KKRની ટીમ બે વખત IPL ટાઈટલ જીતી ચુકી છે જ્યારે હૈદરાબાદની ટીમ એક વખત ટાઈટલ જીતવામાં સફળ રહી છે. બંને ટીમો ટાઈટલની સંખ્યામાં વધારો કરવા મેદાન પર ઉતરશે.

આ સિઝનમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આજે આજની મેચ ખૂબ જ રસપ્રદ રહેવાની આશા છે, આજની મેચમાં ડ્યુ ફેક્ટરની ભૂમિકા પણ મહત્વની બની શકે છે. આજની મેચમાં બંને ટીમો પાસે એવા સ્પિનરો છે જે મેચનો બાજી પલટી શકે છે.

આજની ફાઈનલ મેચ IPL ઈતિહાસના બે સૌથી મોંઘા ખેલાડીઓ વચ્ચે પણ જંગ જોવા મળશે. પેટ કમિન્સ(Pat Cummins)ને હૈદરાબાદે 20 કરોડ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, જ્યારે સ્ટાર્ક(Mitchell Starc)ને KKRએ 25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આજે KKRના સામે SRHની ટીમ એવા કેપ્ટનની લીડરશીપ હેઠળ રમવા ઉતરશે જેણે પોતાની કેપ્ટનશિપમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે.

2012 અને 2014માં બે વખત જીત્યા બાદ KKRની નજર તેમના ત્રીજા IPL ટાઇટલ પર છે, જ્યારે SRH 2016 થી તેમની બીજી ચેમ્પિયનશિપની શોધમાં છે. આ મેચ પેટ કમિન્સના બોલિંગ મેનેજમેન્ટની કસોટી હશે.

Head to head record:

IPLમાં બંને ટીમો વચ્ચે કુલ 27 મેચ રમાઈ છે, જેમાં KKRએ 18 મેચ જીતી છે, જ્યારે SRHની ટીમ 9 મેચ જીતવામાં સફળ રહી છે. છેલ્લી 5 મેચમાં KKR એ SRH પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. છેલ્લી 5 મેચના પરિણામોની વાત કરીએ તો KKRએ 4 મેચ જીતી છે જ્યારે SRH એક જ મેચ જીતવામાં સફળ રહી છે.

ક્વોલિફાયર-1 KKRએ SRHને હરાવ્યું હતું, ત્યાર બાદ ક્વોલિફાયર-24માં RRને હરાવી SRH ફાઈનલમાં પહોંચી છે, આજે SRH હારનો બદલો લેવા KKR સામે ઉતરશે. ચેન્નઈના મેદાન પર બે ક્વોલિફાયર મેચ રમાઈ ચુકી છે, જેમાં હૈદરાબાદે જીત મેળવી હતી.

Pitch report:
ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ પર સ્પિનરોને મદદ મળે છે. ક્વોલિફાયર 2માં આવું જોવા મળ્યું હતું. આ પીચ પર પ્રથમ બેટિંગ કરનાર ટીમને વધુ ફાયદો થાય છે, પિચ પણ થોડી ધીમી રહે છે. આ પીચ પર હાઈ સ્કોરિંગ મેચ થવાની શક્યતા ઓછી છે. IPLના ઈતિહાસમાં આ મેદાન પર કુલ 84 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 49 મેચ જીતી છે, જ્યારે બાદમાં બેટિંગ કરનાર ટીમે 35 મેચ જીતી છે. ચેન્નાઈમાં આઈપીએલમાં પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 164 રન રહ્યો છે.

Weather:
ચેન્નઈમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચેન્નાઈમાં સાંજે વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાન 34 થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે. અહેવાલ મુજબ, ભેજ સાંજે 7 વાગ્યે 61 ટકાથી વધીને 11 વાગ્યે 68 ટકા થશે. દિવસ દરમિયાન વરસાદની સંભાવના 4% છે, રાત્રે વરસાદની કોઈ શક્યતા નથી.

KKR Probable playing 11:
સુનીલ નારાયણ, રહેમાનુલ્લા ગુરબાઝ (wk), વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંઘ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
ઈમ્પેક્ટ પ્લેયર: અનુકુલ રોય/નીતીશ રાણા

SRH Probable playing 11:
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (wk), અબ્દુલ સમદ, પેટ કમિન્સ (c), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.
ઇમ્પેક્ટ પ્લેયર: શાહબાઝ અહેમદ/ઉમરાન મલિક

Match Prediction:
આજની ફાઈનલ મેચમાં KKR માટે જીતની ટકાવારી વધુ છે. KKR પાસે દમદાર સ્પિનરો અને ફાસ્ટ બોલરો ઉપરાંત, ટીમના બેટ્સમેન પણ ફોર્મમાં છે. બીજી તરફ, જો SRHની ઓપનિંગ જોડી રન ન બનાવી શકે, તો SRH ની બેટિંગ લાઈનઅપ ડામાડોળ થી જાય છે.

Match Prediction:
આજની ફાઈનલ મેચમાં KKR માટે જીતની ટકાવારી વધુ છે. KKR પાસે દમદાર સ્પિનરો અને ફાસ્ટ બોલરો ઉપરાંત, ટીમના બેટ્સમેન પણ ફોર્મમાં છે. બીજી તરફ, જો SRHની ઓપનિંગ જોડી રન ન બનાવી શકે, તો SRH ની બેટિંગ લાઈનઅપ ડામાડોળ થી જાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો