ખો-ખો વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડની ટીમમાં મૂળ ગુજરાતના બે ટીનેજ ખેલાડી
શાનદાર ઓપનિંગ બાદ ભારતે પહેલી બન્ને મૅચ જીતી લીધી
નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં ચાલી રહેલા ખો-ખોની રમતના વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી 30 સભ્યોવાળી ઇંગ્લૅન્ડની ટીમમાં બે એવા ખેલાડી છે જેઓ મૂળ ગુજરાતના ઓશવાલ સમુદાયના છે. એમાં 16 વર્ષના જિયન સૉન્ડર્સનો અને 17 વર્ષની આન્યા શાહનો સમાવેશ છે. ભારતની આ પરંપરાગત રમતે આ પહેલા જ વિશ્વ કપ સાથે વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી લીધી છે. ઇંગ્લૅન્ડે પહેલી મૅચમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જિયન સૉન્ડર્સ 200 મીટર દોડમાં કેટલાક ચંદ્રક જીતી ચૂક્યો છે. વર્ષો પહેલાં તેના દાદા-દાદી ગુજરાતમાંથી બ્રિટનમાં સ્થાયી થયા હતા. જિયન કહે છે કે યુકેમાં લગભગ દરેક ટોચની યુનિવર્સિટીમાં ખો-ખોની રમત રમવામાં આવે છે.
Also read: વર્ષ 2024: ખેલજગતમાં ભારતનો ચારેકોર ડંકો વાગ્યો
એમાં મોટા ભાગના ભારતીય ખેલાડીઓ રમતા હોય છે. અમારા દેશમાં ખો-ખોની રાષ્ટ્રીય સ્પર્ધા યોજાય છે.’ આન્યા શાહ નવ વર્ષની હતી ત્યારથી ખો-ખો રમે છે. તેણે પણ કહ્યું છે કેઇંગ્લૅન્ડમાં હજારો યુવાનો-યુવતીઓ ખો-ખો રમે છે. મારા મમ્મી-પપ્પા અને દાદા-દાદી વર્ષો પહેલાં જામનગરથી ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયા હતા. મને નૅશનલ ટ્રાયલ મારફત વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું છે.’ દરમ્યાન સોમવારે દિલ્હીમાં ખો-ખોની રમતના સૌપ્રથમ વર્લ્ડ કપ માટેની ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. દરમ્યાન, ભારતે પુરુષ અને મહિલા, બન્ને વર્ગમાં પહેલી મૅચ જીતી લીધી છે. મેન્સ ખો-ખોમાં ભારતે નેપાળને 42-37થી અને વિમેન્સ ખો-ખોમાં સાઉથ કોરિયાને 175-18થી હરાવ્યું હતું.