સ્પોર્ટસ

‘ભારતનું અપમાન બહુ થયું’, કેવિન પીટરસન ઇંગ્લેન્ડની ટીમ પર આ કારણે ગુસ્સે ભરાયા

અમદાવાદ: ભારતના પ્રવાસે આવેલી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમને T20I સિરીઝ બાદ ODI સિરીઝમાં પણ કારમી હાર મળી છે. ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ODIમાં 142 રનથી જીત મેળવી હતી, આ સાથે ભારતીય ટીમેં ઇગ્લેન્ડ સામે ક્લીન સ્વીપ (India clean sweep England) નોંધાવી. આ દરમિયાન ભારતના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી(Ravi Shashtri)એ અંતિમ વનડેમાં કોમેન્ટ્રી દરમિયાન મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે ઈંગ્લેન્ડના ખેલાડીઓએ સમગ્ર સિરીઝ દરમિયાન ફક્ત એક જ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ઇંગ્લેન્ડના ખેલાડીઓને ખખડાવ્યા હતાં.

શાસ્ત્રીનો ખુલાસો:

રવિ શાસ્ત્રીએ કોમેન્ટ્રી દરમિયાન કહ્યું “મેં સાંભળ્યું છે એ મુજબ, ઇંગ્લેન્ડના ખેલાડીઓએ સમગ્ર પ્રવાસ દરમિયાન ફક્ત એક જ નેટ સેશનમાં ભાગ લીધો હતો. જો તમે સખત મહેનત કરવા માટે તૈયાર નહીં હોવ, તો તમારું પ્રદર્શન નહીં સુધરે.”

કેવિન પીટરસ રોષે ભરાયા:

રવિ શાસ્ત્રીના દાવા બાદ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ઇંગ્લેન્ડના ખેલાડીઓની ઝાટકણી કાઢી હતી. પીટરસને કહ્યું હતું કે જ્યારે તેમને ખબર પડી કે ઇંગ્લેન્ડના ખેલાડીઓ ફક્ત એક જ વાર નેટ પ્રેક્ટીસ કરી છે તેઓ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

પીટરસને કહ્યું “નાગપુરની મેચના એક દિવસ પહેલા તમે પ્રેક્ટિસ કરી હતી, ત્યાર બાદ પ્રેક્ટીસ કરી જ નથી. ફક્ત એક જ બેટર જો રૂટે નેટ પ્રેક્ટીસ કરી હતી. માફ કરશો, પણ તમે ભારત આવીને એ જ ભૂલો કરતા રહો છો અને ઉપરથી કહો છો કે હું પ્રેક્ટિસ નહીં કરું! કોઈ પણ ખેલાડી પ્રેક્ટીસ વગર સિરીઝ રમવા જાય તો સુધારો કેવી રીતે થાય?”

https://twitter.com/KP24/status/1889884072132182150?t=TS-1kC6sAO3Bz1SBTYUpnQ&s=19

‘આ ગોલ્ફ ટૂર નથી, આ એક ક્રિકેટ ટૂર છે’મેચ પછી પીટરસને પણ X પર પણ એક પોસ્ટ શેર કરી નારાજગી વ્યકત કરી. T20I સિરીઝમાં નિરાશાજનક હાર છતાં નેટ સેશનમાં ભાગ લેવાને બદલે ગોલ્ફ રમવા પર પીટરસને ઇંગ્લેન્ડના ખેલાડીઓને ફટકાર લગાવી.

Also read: ભારતના હાથે ઇંગ્લૅન્ડનો 3-0 થી વાઈટ વૉશ, ગિલની ઐતિહાસિક સેન્ચુરી…

તેમણે કટાક્ષ કરતા લખ્યું “જાઓ મજા કરો, આ તમારા જીવનનો શ્રેષ્ઠ સમય છે. ગોલ્ફ રમો, તમારા સમયનો શ્રેષ્ઠ આનંદ માણો. ખરેખર ઇંગ્લેન્ડ માટે રમવાનો આનંદ માણો. પરંતુ તમને ક્રિકેટમાં રન બનાવવા માટે પૈસા મળે છે. તમને ક્રિકેટ મેચ જીતવા માટે પૈસા મળે છે. તમને ગોલ્ફ રમવા માટે પૈસા મળતા નથી. આ ગોલ્ફ ટૂર નથી, આ એક ક્રિકેટ ટૂર છે.”

હેરી બ્રુકની ખખડાવ્યો:

T20I સિરીઝ દરમિયાન, ઇંગ્લેન્ડના બેટર હેરી બ્રુકે કોલકાતામાં એર ક્વોલિટી સ્તર વિશે ફરિયાદ કરી હતી. બ્રૂકે કહ્યું હતું કે ખરાબ હવાને કારણે તેની દ્રષ્ટિ નબળી પડી ગઈ હતી અને વરુણ ચક્રવર્તીના બોલ પર આઉટ થયો હતો. ભારતનું અપમાન કરવા બદલ પીટરસને ઇંગ્લેન્ડના ખેલાડીઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો.

પીટરસને કહ્યું “મારે કહેવું પડી રહ્યું છે કે તમે ભારતીય પરિસ્થિતિઓ અને ભારતનો આટલો બધો અનાદર કરવાનું બંધ કરો, ઇંગ્લેન્ડના એક નાગરિકના દૃષ્ટિકોણથી હું ખરેખર દુઃખી છું.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button