એશિયા કપ પૂર્વે સંજુ સેમસનની તોફાની બેટિંગઃ 42 બોલમાં ફટકારી સદી...
સ્પોર્ટસ

એશિયા કપ પૂર્વે સંજુ સેમસનની તોફાની બેટિંગઃ 42 બોલમાં ફટકારી સદી…

નવી દિલ્હીઃ એશિયા કપ શરૂઆત થવાને હવે થોડા દિવસો બાકી છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે ભારત 10 સપ્ટેમ્બરથી પોતાનું અભિયાન શરૂ કરશે. આ પહેલા ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સંજૂ સેમસને ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે 42 બોલમાં સદી ફટકારીને પ્લેઇંગ 11 માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે.

વાસ્તવમાં સંજુ સેમસન કેરળ ક્રિકેટ લીગ 2025માં રમી રહ્યો છે અને કોચી બ્લૂ ટાઇગર્સ ટીમનો ભાગ છે. કોચી બ્લૂ ટાઇગર્સ તરફથી રમતા તેણે ત્રીજી મેચમાં એરીઝ કોલ્લમ સેલર્સ સામે શાનદાર સદી ફટકારી હતી.

સંજુએ ઇનિંગની શરૂઆત કરી અને માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પછી સંજુએ આગામી 26 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે 41 બોલમાં સદી ફટકારી ધમાલ મચાવી દીધી હતી. સંજુએ પોતાની ઇનિંગમાં 13 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

આ મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતા એરીઝ કોલ્લમ સેલર્સે સચિન બેબી (91) અને વિષ્ણુ વિનોદ (94)ની ઈનિંગની મદદથી 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 236 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. તેનો પીછો કરતા કોચી બ્લૂ ટાઇગર્સે ઇનિંગની શરૂઆત શાનદાર રીતે કરી હતી.

સંજુ સેમસન અને વિનુપ મનોહરને પ્રથમ વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. પાંચમી ઓવરમાં વિનુપ આઉટ થયા બાદ સંજુએ મોહમ્મદ શાનુ સાથે બીજી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. શાનુ 13મી ઓવરમાં 39 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી સંજુએ તેના ભાઈ શેલી સેમસન સાથે ઇનિંગ્સને આગળ વધારવાનું ચાલુ રાખ્યું.

જોકે, શેલી ફક્ત 5 રનનું યોગદાન આપી શક્યો અને પંદરમી ઓવરમાં આઉટ થયો હતો. સંજુ 121 રન કરી આઉટ થયો હતો. આ પછી મોહમ્મદ આશિકે તોફાની બેટિંગ કરી અને છેલ્લા બોલ પર સિક્સ ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.

આ પણ વાંચો…ઝંઝાવાતી બેટિંગ કરતા આ શું કર્યું સંજુ સેમસને કે…. રડી રડીને થયા બૂરા હાલ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button