નવી દિલ્હી: બૉલીવૂડની અભિનેત્રી કેટરિના કૈફ દિલ્હીમાં વુમેન્સ પ્રીમીયર લીગ (WPL) મેચ જોવા પહોંચી હતી. આ દરમિયાન કેટરીનાએ તેની ફેવરેટ ટીમની જર્સી પણ પહેરી હતી, કેટરિનાના સ્પોર્ટ્સ લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.
દિલ્હીમાં ગુજરાત જાયન્ટસ અને યુપી વોરિયરની મેચ જોવા કેટરીના પણ આવી હતી. આ મેચ જોવા અને એન્જોય કરતી તસવીરો કેટરિનાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
વાઈરલ તસવીરોમાં કેટરિના તેની બહેન ઇઝાબેલ પણ જોવા મળી રહી છે. ડબલ્યુપીએલમાં કેટરિના અને તેની બહેન ઇઝાબેલ પહોંચી હતી. આ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
કેટરિનાના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેણે તેની ફેવરેટ ટીમ યુપી વોરિયર્સને સપોર્ટ કરી રહી છે જેની માટે તેણે ટીમની ઝર્સી પહેરી છે. આ દરમિયાન વીઆઇપી બૉક્સમાં બેસેલી કેટરિના પર મેચ જોવા માટે આવેલા દર્શકોની નજર જતાં લોકોએ બૂમાબૂમ કરી હતી. આ દરમિયાન કેટરિનાએ તેના ચાહકો સાથે સેલ્ફી પણ પાડી હતી, જે હવે વાઇરલ થઈ રહી છે.
કેટરિનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રીએ છેલ્લે વિજય સેતુપતિ સ્ટારર મેરી ક્રિસ્મસમાં જોવા મળી હતી. જોકે, બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખાસ કોઈ કમાણી કરી શકી નહોતી. આમ છતાં ગયા અઠવાડિયા દરમિયાન આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થયા પછી દર્શકોને ખાસ પસંદ પડી હતી.