IPL 2024સ્પોર્ટસ

વર્લ્ડ કપની ફાઈનલની હાર મુદ્દે કપિલ દેવે આપ્યું સૌથી મોટું નિવેદન

ગુરુગ્રામઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે આ મહિને વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને મળેલી છ વિકેટથી હાર પર કહ્યું હતું કે વધુ પડતા હાઇપના કારણે દિલ તૂટે છે જેથી સંતુલન જાળવી રાખવું જરૂરી છે. નોંધનીય છે કે કપિલ દેવની કેપ્ટનશીપમાં 1983માં ભારતે પ્રથમ વર્લ્ડકપ જીત્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતીય ચાહકોએ આટલું દબાણ ન કરવું જોઈએ અને ક્રિકેટને અન્ય રમતની જેમ લેવી જોઇએ.

કપિલ દેવ ગ્રાન્ટ થોર્ન્ટન ઇન્વિટેશનલ ગોલ્ફ ટૂર્નામેન્ટના પ્રથમ ટી-ઓફ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે એટલી બધી અપેક્ષાઓ ન રાખો કે તમારું હૃદય તૂટી જાય.” સંતુલન બનાવવું જરૂરી છે.

બીજી ટીમો પણ વર્લ્ડ કપ રમવા ભારત આવી હતી. આટલો બધો પ્રચાર ના કરો. આપણે રમતને રમત તરીકે લેવી જોઈએ. જે મેચના દિવસે સારું રમે છે તેનું સન્માન કરો. આપણે ખૂબ લાગણીશીલ છીએ. ભારતે સતત દસ મેચ જીતી હતી પરંતુ ફાઇનલમાં હાર્યું હતું.

કપિલ દેવે કહ્યું હતું કે આજના ખેલાડીઓ જ કહી શકશે કે તેઓ કેટલું દબાણ અનુભવે છે. આપણે ફક્ત અનુભવ કરી શકીએ છીએ. જ્યારે ભારત જીતે છે ત્યારે સારું લાગે છે. આપણે કેટલીક ખામીઓ પર ધ્યાન આપવું પડશે. જીત પછી પણ ખામીઓ રહી જાય છે અને મહત્વની વાત એ છે કે તેને દૂર કરવી.

વધુમાં કપિલ દેવે કહ્યું હતું કે ભારતે સતત દસ મેચ જીતી. શું આ પૂરતું નથી? આપણે અન્ય ટીમો પર પણ નજર રાખવી જોઈએ. સરખામણી કરવાની જરૂર નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button