ઇન્ટરનેશનલસ્પોર્ટસ

IND vs SA 1st Test: મુશ્કેલ પરિસ્થિતિમાં કેએલ રાહુલે સદી ફટકારી, ટીમ ઈન્ડિયા આટલા સ્કોર પર ઓલઆઉટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ બીજા દિવસે 67.4 ઓવરમાં 245 રનમાં સમેટાઈ ગઈ.
ભારત તરફથી મોટા ભાગના બેટ્સમેન મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા. જ્યારે કેએલ રાહુલે 133 બોલમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની આઠમી સદી ફટકારી હતી. સદી પૂરી કરવા સુધી તેણે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. રાહુલે ગેરાલ્ડ કોએત્ઝીની બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. રાહુલ 101 રન બનાવીને આઉટ થયો હતો.


દક્ષિણ આફ્રિકા તરફથી કાગિસો રબાડાએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 20 ઓવરમાં 59 રન આપીને 5 વિકેટ લીધી હતી. નાન્દ્રે બર્જરે 3 વિકેટ લીધી હતી. ગેરાલ્ડ અને માર્કો જેન્સેનને પણ એક-એક વિકેટ મળી હતી.


દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસ વરસાદને કારણે વિક્ષેપિત થયો હતો અને માત્ર 59 ઓવર જ રમાઈ શકી હતી. પ્રથમ ઈનિંગમાં ભારતે આઠ વિકેટે 208 રનથી બનાવ્યા હતા.
આજે ભારતે આઠ વિકેટે 208 રનથી રમવાનું શરૂ કર્યું હતું અને ટીમ 37 રન ઉમેરી શકી હતી. આજે પહેલો ઝટકો મોહમ્મદ સિરાજના રૂપમાં લાગ્યો હતો, જેને ગેરાલ્ડ કોએત્ઝીએ આઉટ કર્યો હતો. ત્યાર બાદ નાન્દ્રે બર્જરે રાહુલને ક્લીન બોલિંગ કરીને ભારતની ઇનિંગ્સ સમાપ્ત કરી હતી.


આજે જ્યારે ટીમ ઈન્ડિયા મેદાન પર આવી ત્યારે રાહુલ 70 રન બનાવીને રમી રહ્યો હતો. આ પછી, તેણે કોએત્ઝીની બોલ પર છગ્ગો ફટકારીને તેની ટેસ્ટ કારકિર્દીની આઠમી સદી પૂરી કરી. તે 137 બોલમાં 14 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 101 રન બનાવીને આઉટ થયો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત