જૉ રૂટની 37મી સેન્ચુરી, જૅમી સ્મિથ 84 રનની ભાગીદારી પછી આઉટ

લંડનઃ ટેસ્ટ-સિરીઝ (series) 1-1ની બરાબરીમાં રહ્યા બાદ ભારત સામે લૉર્ડ્સ (LORD’S)માં ત્રીજી ટેસ્ટમાં શુક્રવારે બીજા દિવસે ઇંગ્લૅન્ડે (England) લંચના વિશ્રામ સુધીમાં સાત વિકેટે 353 રન કર્યા હતા. જોકે લંચ વખતે 51 રન પર નૉટઆઉટ રહેલો વિકેટકીપર-બૅટ્સમૅન જૅમી સ્મિથ લંચ બાદ એ જ સ્કોર પર મોહમ્મદ સિરાજના સ્કોર પર કાર્યવાહક વિકેટકીપર ધ્રુવ જુરેલને કૅચ આપી બેઠો હતો.
#INDvsEND: Jamie Smith (51 not out) and Brydon Carse (33 not out) carry England to 353/7 in 105 overs at lunch on day two of third Anderson-Tendulkar Trophy Test at Lord's on Friday pic.twitter.com/EkUbnFes4S
— IANS (@ians_india) July 11, 2025
સ્મિથ અને પેસ બોલર બ્રાયડન કાર્સ (38 નૉટઆઉટ) વચ્ચે આઠમી વિકેટ માટે 84 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. ગુરુવારની રમતને અંતે બ્રિટિશરોનો સ્કોર 4/251 હતો અને તેમણે લંચ સુધીમાં બીજી ત્રણ વિકેટના ભોગે બીજા 102 રન બનાવીને ભારતને વળતી લડત આપી હતી. જોકે લંચ (lunch) પછી ફરી ધબડકો શરૂ થયો હતો.
જોકે જૅમી સ્મિથ પણ ઇનિંગ્સની શરૂઆતમાં પાછો ગયો હોત, પણ તેને બીજી સ્લિપમાં કે. એલ. રાહુલના હાથે જીવતદાન મળ્યું હતું. ત્યારે સ્મિથ માત્ર પાંચ રન પર હતો.
ભારતીય ટીમ 400 રનની આસપાસ ઇંગ્લૅન્ડની ટીમને કાબૂમાં નહીં રાખી શકે તો મૅચમાં આગળ જતાં શુભમન ગિલ ઍન્ડ કંપની માટે સ્થિતિ મુશ્કેલ થતી જશે.
આપણ વાંચો: દેશ માટે રમવા આવો છો, હૉલીડે-ટૂર પર નથી આવતાઃ ગૌતમ ગંભીરે આવું કેમ અને કોના માટે કહ્યું
જૉ રૂટે ગુરુવારના પોતાના 99 રનના સ્કોર પરથી રમવાનું શરૂ કર્યું હતું અને એક રન કરીને 37મી ટેસ્ટ સદી ફટકારી હતી. એ સાથે તેણે સૌથી વધુ સેન્ચુરી ફટકારનારાઓમાં 36-36 સદી કરનારા રાહુલ દ્રવિડ અને સ્ટીવ સ્મિથને ઓળંગી લીધા હતા.
જસપ્રીત બુમરાહે 11મી વખત રૂટની વિકેટ લીધી હતી. જૉ રૂટે ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ 11-11 વાર બુમરાહ અને પૅટ કમિન્સની બોલિંગમાં વિકેટ ગુમાવી છે.
એક તબકકે બુમરાહે સાત બૉલમાં ત્રણ વિકેટ લીધી હતી અને એમાં એક સમયે તે હૅટ-ટ્રિક પર હતો. એ ત્રણ વિકેટમાં બુમરાહે બેન સ્ટૉક્સ (44 રન), જૉ રૂટ (104) અને ક્રિસ વૉક્સ (0)ને પૅવિલિયન ભેગા કર્યા હતા.