ઈંગ્લૅન્ડ આજ-કાલમાં જ બીજી ટેસ્ટ અને સિરીઝ જીતી શકે છે, જાણો કેવી રીતે…

લૉર્ડ્સ: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ જીતી લીધા બાદ હવે બીજી ટેસ્ટમાં હજી તો માંડ બે દિવસ થયા છે ત્યાં ઈંગ્લૅન્ડને ફરી જીતવાનો મોકો મળી ગયો છે. શુક્રવારની બીજા દિવસની રમતને અંતે ઈંગ્લૅન્ડનો લીડ સહિતનો બીજા દાવનો સ્કોર 256 રન હતો અને એની નવ વિકેટ પડવાની બાકી હતી.
આ પણ વાંચો : કૂકના એક રેકૉર્ડની રૂટે કરી બરાબરી, બીજા વિક્રમની નજીક
ઈંગ્લૅન્ડે પહેલા દાવમાં જો રૂટ (143 રન)ની ઐતિહાસિક સેન્ચુરી અને ગસ ઍટકિન્સન (118)ની પ્રથમ ટેસ્ટ સદીની મદદથી 427 રન બનાવ્યા હતા.
શ્રીલંકાની ટીમ શુક્રવારે જવાબમાં ફક્ત 196 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. વૉક્સ, ઍટકિન્સન, ઑલી સ્ટોન અને મેથ્યૂ પોટ્સે બે-બે વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : શ્રીલંકાના આ ખેલાડી પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો! ICCએ નોટીસ મોકલી જવાબ માંગ્યો
શુક્રવારની રમતને અંતે ઈંગ્લૅન્ડનો બીજા દાવનો સ્કોર એક વિકેટે 25 રન હતો.
જો રૂટ માટે આ ટેસ્ટ નવો ઇતિહાસ રચનારી બની ગઈ છે. તેણે ગુરુવારે 33મી ટેસ્ટ સદી ફટકારીને પોતાના જ દેશના મહાન ઓપનર ઍલિસ્ટર કૂકની 33 સદીની બરાબરી કરી હતી. રૂટ હવે એક સેન્ચુરી ફટકારશે એટલે ઈંગ્લૅન્ડના ટેસ્ટ પ્લેયર્સમાં સૌથી વધુ સદી કરનાર બૅટર બની જશે.