PAK vs ENG: જો રૂટ સામે પાકિસ્તાનના બોલરો ઘૂંટણ ટેક્યા, તોડ્યો મોટો રેકોર્ડ
પાકિસ્તાનના મુલતાનના સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ (PAK vs ENG) વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ઘણા રેકોર્ડ્સ સરાજી રહ્યા છે, એવામ ઇંગ્લેન્ડના જો રૂટે (Joe Roots) શાનદાર બેટિંગ કરીને ઈતિહાસ સર્જ્યો છે. રુટે દિવસના પ્રથમ સત્રમાં તેની બેવડી સદી પણ પૂરી કરી, આ સાથે જે તેણે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.
| Read More: ICC Test Rankings: આ બેટ્સમેન નંબર 1 સ્થાન પર પહોંચ્યો, વગર રમ્યે રોહિત શર્માની રેન્કિંગ સુધરી
જો રૂટે સામે પાકિસ્તાનના બોલરો લાચાર જણાયા હતાં અને જો રૂટે મેચના ચોથા દિવસે પોતાની બેવડી સદી પણ પૂરી કરી. થોડા સમય પછી તેણે 250નો આંકડો પણ પાર કર્યો, તે 262 રન બનાવીને આઉટ થયો. આ પહેલા જો રૂટનો ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર 254 રન હતો, તેણે વર્ષ 2016માં પાકિસ્તાન સામે આ સ્કોર બનાવ્યો હતો, આ મેચ માન્ચેસ્ટરમાં રમાઈ હતી.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર ત્રણ ઈંગ્લિશ બેટ્સમેન એવા છે જેમણે પાકિસ્તાનમાં બેવડી સદી ફટકારી હોય. આમાં પહેલું નામ છે ટેડ ડેક્સ્ટરનું, જેણે વર્ષ 1962માં કરાચીમાં રમાયેલી મેચમાં 205 રન બનાવ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ પણ ઈંગ્લિશ બેટ્સમેન પાકિસ્તાનમાં બેવડી સદી ફટકારી શક્યો ન નહતો. હવે જો રૂટે પાકિસ્તાનની ધરતી પર બેવડી સદી ફટકારી છે. તેણે પાકિસ્તાનમાં બેવડી સદી ફટકારી એટલું જ નહીં, તેણે ટેડ ડેક્સ્ટરના 205 રનના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે. જો રૂટે લગભગ 62 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જોકે થોડી વાર બાદ હેરી બ્રુક રૂટ કરતા નીકળી ગયો તે 300 રનના સ્કોરની નજીક પહોંચી હયો છે.
| Read More: આ કિવી-સ્ટાર ભારત સામે શરૂઆતની મૅચો નહીં રમે, કૅપ્ટન પણ બદલાયો છે…
જો રૂટ ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન છે. હવે આ મેચમાં 250 પ્લસ રનની ઇનિંગ રમવાની સાથે જ જો રૂટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન પણ પૂરા કરી લીધા છે. રૂટ માટે આ પણ એક ખાસ સિદ્ધિ છે. રુટ અત્યારે જે જબરદસ્ત ફોર્મમાં છે તેને જોતાં એવું લાગે છે કે તે આવનારા સમયમાં વધુ કેટલાક નવા રેકોર્ડ તોડશે.