સ્પોર્ટસ

આઇસીસીના યંગેસ્ટ ચૅરમૅન જય શાહે હેડ-ક્વૉર્ટરની મુલાકાત લીધા પછી સંકલ્પ જાહેર કર્યો કે…

દુબઈઃ ક્રિકેટજગતનું સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના સૌથી યુવાન અધ્યક્ષ જય શાહે સત્તારૂઢ થયા બાદ ગુરુવારે અહીં દુબઈમાં પહેલી જ વખત આઇસીસીના હેડ-ક્વૉર્ટરની મુલાકાત લીધી હતી અને આ ઐતિહાસિક પ્રસંગે સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે તેઓ ક્રિકેટની રમતને અભૂતપૂર્વ ઊંચાઈએ લઈ જશે.

36 વર્ષના જય શાહ ઑગસ્ટમાં આઇસીસીના ચૅરમૅનપદે બિનહરીફ ચૂંટાયા હતા. તેઓ આ સર્વોચ્ચ સ્થાન હાંસલ કરનાર ભારતના પાંચમા ક્રિકેટ-વહીવટીકર્તા છે. તેમની મુદત પહેલી ડિસેમ્બરે શરૂ થઈ હતી.

આપણ વાંચો: ક્રોધિત બેન સ્ટોક્સે આઇસીસીને કયા મુદ્દે વિચારતી કરી દીધી?

જય શાહે સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે આઇસીસી વડામથક ખાતેની મારી આ મુલાકાત ખૂબ જ પરિણામલક્ષી અને પ્રેરક બની. હેડ-ક્વૉર્ટરની વિઝિટ કરીને હું ખૂબ જ રોમાંચિત છું. મને આ મુલાકાતથી જે પ્રોત્સાહન મળ્યું છે એની આ તો હજી શરૂઆત છે.

ક્રિકેટની રમતને અભૂતપૂર્વ ઊંચાઈએ લઈ જવા માટેની તનતોડ મહેનતની શરૂઆત થઈ ચૂકી છે અને મને વિશ્વાસ છે કે આપણે બધા ભેગા મળીને આપણું આ વિઝન હાંસલ કરીશું. આ વિઝિટ દરમ્યાન મને આઇસીસી બોર્ડમાંના સહ-વહીવટકર્તાઓ સાથે સીધો સંપર્ક બનાવવાની મને બહુમૂલ્ય તક મળી.

આપણ વાંચો: આઇસીસીના નવા ચૅરમૅન જય શાહને કઈ સત્તા મળી, કેટલી સૅલરી અને બીજું ઘણું જાણવા જેવું…

અમે પ્રારંભિક રોડ-મૅપ અને સ્ટ્રૅટજીઓ પર ચર્ચા કરી. આવનારા સમયમાં શું કરવું એની યોજના અને વ્યૂહ પર અમે જે ચર્ચા કરી એનાથી હું બેહદ ખુશ છું. એક વાતથી હું પૂરેપૂરો વાકેફ છું કે ક્રિકેટની રમતના વિકાસ સંબંધમાં પડદા પાછળ આઇસીસીની નિષ્ઠાવાન ટીમની મહત્ત્વની ભૂમિકા રહી છે.

' આઇસીસીના નાયબ અધ્યક્ષ ઇમરાન ખ્વાજાએ હેડ ક્વૉર્ટરમાં જય શાહનું સ્વાગત કર્યા બાદ એક સત્તાવાર યાદીમાં કહ્યું હતું કેઆઇસીસી બોર્ડ વતી હું જય શાહનું હાર્દિક સ્વાગત કરું છું.

જય શાહની મહત્ત્વકાંક્ષા અને અનુભવ આઇસીસીને માર્ગદર્શન આપવામાં તેમ જ ક્રિકેટના ભાવિ માટે ચાવીરૂપ બની રહેશે. આઇસીસીને સફળતાઓ અપાવવા જય શાહ સાથે તેમ જ આઇસીસીની સમગ્ર ટીમ સાથે કામ કરવા સંબંધમાં હું ખૂબ આશાવાદી છું.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button