ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આધારે ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે નહીં. એજ્યારે T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે ઘણા એવા ખેલાડીઓને પણ સ્થાન મળ્યું હતું, જેમનું IPLમાં પ્રદર્શન જોરદાર નહોતું. હાર્દિક પંડ્યા સહિત ઘણા એવા ખેલાડીઓને પણ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા હતા, જેમનું IPLમાં પ્રદર્શન ખૂબ જ સબ-સ્ટાન્ડર્ડ હતું. જય શાહે આ બાબતે જવાબ આપ્યો હતો. એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં, BCCI (બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ના સચિવ જય શાહે હાલમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઉદ્યોગપતિ અને ક્રિકેટ ચાહક હર્ષવર્ધન ગોએન્કા સાથે વાત કરી હતી.
જય શાહે એમ પણ કહ્યું હતું કે કોવિડ-19 વચ્ચે UAEમાં 2020 IPLનું આયોજન તેમની સૌથી મોટી ઉપલબ્ધિ હતી. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભારતીય ક્રિકેટ ટીમ 2023ના ODI વર્લ્ડ કપમાં ફાઇનલમાં ભલે હારી, પણ આપણી ટીમ 2024 T20 વર્લ્ડ કપ જીતશે.
જય શાહે એમ પણ કહ્યું હતું કે, ‘સિલેક્ટર્સ માત્ર IPL પ્રદર્શનના આધારે પસંદગી કરી શકતા નથી, કારણ કે ખેલાડીઓનો વિદેશમાં રમવાનો અનુભવ પણ જરૂરી છે.’
જય શાહને જ્યારે આઈપીએલમાં લાગુ કરાયેલા ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે- આ એક ટેસ્ટ કેસ છે, અમે આ અંગે ખેલાડીઓ, ફ્રેન્ચાઇઝી અને તમામ સંબંધિત લોકો સાથે વાત કરી રહ્યા છીએ. મને લાગે છે કે ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ મેચોને વધુ રસપ્રદ બનાવે છે અને વધુ ભારતીય ખેલાડીઓને તક પણ આપે છે. જો ચર્ચા બાદ આ અંગે અસંતોષ હશે તો અમે તેને બદલીશું.
T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમ આ મુજબ છે: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપિત યાદવ બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ. રિઝર્વ ખેલાડીઃ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન
Taboola Feed