વડોદરાની સિરીઝ પહેલાં આવી ગઈ ભારતીય મહિલા ટીમની નવી વન-ડે જર્સી…
મુંબઈઃ આગામી બાવીસમી ડિસેમ્બરથી વડોદરામાં ભારતની વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમાવાની છે અને એ પહેલાં શુક્રવારે અહીં મુંબઈમાં બીસીસીઆઇના હેડ ક્વૉર્ટર્સ ખાતે વિમેન ઇન બ્લ્યૂની નવી વન-ડે જર્સી લૉન્ચ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : હવે મહિલાઓની પ્રીમિયર લીગના ખેલાડીઓ માટે ઑક્શન યોજાશે…
આ નવી જર્સી બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ અને ભારતીય મહિલા ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરના હસ્તે લૉન્ચ કરાઈ હતી. ભારતીય ટીમ કૅરિબિયનો સામેની શ્રેણીમાં આ જર્સી પહેરીને રમશે.
હરમનપ્રીત આ નવી જર્સી મળવાથી બેહદ ખુશ છે. તેણે કહ્યું, જર્સી લૉન્ચ કરવાનું સૌભાગ્ય મળ્યું એ બદલ હું ખૂબ ખુશ છું.
આ પણ વાંચો : રોહિત શર્મા અને સાથી ખેલાડીઓ પહોંચી ગયા ઑસ્ટ્રેલિયાની સંસદમાં!
આ જર્સી ખૂબ જ સરસ છે. ખભા પર તિરંગો બહુ જ સરસ રીતે બનાવાયો છે. અમને આ સ્પેશિયલ જર્સી મળી એ બદલ અમે બધા ખૂબ ખુશ છીએ.’ ડિસેમ્બરની આ હોમ-સિરીઝ પહેલાં ભારતીય મહિલા ટીમ ઑસ્ટ્રેલિયા જશે જ્યાં તેઓ 5-11 ડિસેમ્બર દરમ્યાન ત્રણ વન-ડે રમશે. હરમનપ્રીતે મુંબઈના ફંક્શનમાં એવું પણ કહ્યું હતું કેટીમ ઇન્ડિયાની જર્સી પહેરવામાં આવે ત્યારે હંમેશાં એ સમય સ્પેશિયલ ક્ષણોમાં ફેરવાઈ જાય છે. આ જર્સીનું ગૌરવ જાળવી રાખવા ખૂબ મહેનત કરવી પડતી હોય છે. ભારતીય ક્રિકેટપ્રેમીઓને મારી અપીલ છે કે તમે પણ ઇન્ડિયા જર્સી પહેરો અને ગર્વનો અનુભવ કરો.’