સ્પોર્ટસ

પોતાની પત્નીને લઈને આ માન્યતા હતી Jasprit Bumraahની… જાણશો તો ચોંકી ઉઠશો…

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર બુમબુમ બુમરાહ જસપ્રીત બુમરાહ (Team India’s Fastballer Jasprit Bumraah)એ જ ગઈકાલે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે જિત અપાવી હતી. ફિલ્ડ પર તો પોતાની કરામતને કારણે તો લાઈમલાઈટમાં રહેતો જ હોય છે પણ તે આ સિવાય એની પર્સનલ લાઈફને કારણે અને પણ લાઈમલાઈટમાં રહે છે. આજે આપણે અહીં બુમરાહની લવસ્ટોરી વિશે વાત કરીશું-

જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશન (Jasprit Bumraah And Sanjana Ganeshan)ની લવસ્ટોરી એકદમ ફિલ્મી છે. સંજના ગણેશનની જિંદગી ક્રિકેટર બુમરાહ સાથે જોડાઈ એ પહેલાં એકદમ અલગ હતી. સંજના અને એક આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી. 2012માં જ્યારે સંજના ગણેશને ફેમિના મિસ ઈન્ડિયા સ્ટાઈલ દિવા કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને ફાઈનલ સુધી પહોંચી પણ હતી. અહીંથી જ તેના કરિયરની શરૂઆત થઈ. છઠ્ઠી મે, 1991ના જન્મેલી સંજના એક જાણીતી સ્પોર્ટ્સ પ્રેઝેન્ટર છે અને મોડેલિંગ પણ કરી રહી હતી.

આ પણ વાંચો : T20 World Cup: India એ પાકિસ્તાનને હરાવતા જીત પર જૂમી ઉઠી Anushka Sharma, વિડીયો વાયરલ

વાત કરીએ તો સંજના અને જસપ્રીતની પહેલી મુલાકાતની તો તેમની પહેલી મુલાકાત 2013માં આઈપીએલ વખતે થઈ હતી અને એ વખતે સંજનાએ જસપ્રીતનો ઈન્ટરવ્યુ લીધો હતો. એવું કહેવાય છે કે આ મુલાકાત બાદ બંને જણ મિત્ર બની ગયા હતા. પરંતુ ત્યાર બાદ લાંબા સમય સુધી બંનેની વાત-ચીત થઈ નહી. મજાની વાત તો એ હતી કે આજે એકબીજાના સુખ-દુઃખના સાથી બનીને ઊભા રહેલાં જસપ્રીત અને સંજના બંનેએ શરૂઆતના દિવસોમાં ઘમંડી લાગ્યા હતા.

બંનેની લવસ્ટોરી એકદમ ફિલ્મી છે, બંનેએ પોતાની રિલેશનશિપને લાંબા સમય સુધી મીડિયાથી છુપાવી રાખ્યું હતું. 2021માં જ્યારે બુમરાહના ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાંથી પર્સનલ કારણોસર પાછા આવવું પડ્યું હતું અને એ સમયે બંનેના અફેયરના સમાચાર સામે આવ્યા હતા. બાદમાં લગ્ન બાદ બંનેએ ફોટો શેર કરીને ફેન્સ સાથે ગુડ ન્યૂઝ શેર કર્યા હતા.
જસપ્રીત અને સંજનાએ લગ્ન કર્યા એ પહેલાં બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું. 15મી માર્ચ, 2021ના ગોવામાં એક પ્રાઈવેટ ફંક્શનમાં બંનેના લગ્ન કર્યા હતા. આ લગ્ન શીખ રિતી-રિવાજોથી થયા હતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button