વર્લ્ડકપમાં ઈન્ડિયન ક્રિકેટર Jasprit Bumrahની પત્નીએ એવું તે શું કર્યું કે થઈ રહી છે ચર્ચા?
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે બાંગ્લાદેશની સામે ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બે મેચની સિરીઝમાં બુમરાહે 12.81 શાનદાર એવરેજથી 11 વિકેટ લીધી હતી. આ સાથે જ બુમ બુમ બુમરાહ હવે આઈસીસીની ટેસ્ટ રેંકિંગમાં ફરી નંબર વનની પોઝિશન પર પહોંચી ગયો છે. પરંતુ આપણે અહીં વાત કરીશું બુમરાહ નહીં પણ તેમની પત્ની સંજના ગણેશનની. જી હા, વર્લ્ડકપ દરમિયાન સંજના ગણેશને કંઈક એવું કર્યું હતું કે જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. ચાલો જોઈએ શું કર્યું સંજના ગણેશને…
વાત જાણે એમ છે કે જસપ્રીત બુમરાહની જેમ જ વાઈફ સંજના ગણેશન પણ લાઈમલાઈટમાં રહે છે. સંજના એક ટીવી પ્રેઝેન્ટર છે. સંજના મહિલા ટી-20 વર્લ્ડકપ માટે યુએઈમાં છે અને અહીં તેમણે સ્કોટલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ કવર કરી હતી. આઈસીસીએ આનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને ફેન્સ સંજનાના દમદાર પ્રેઝેન્ટેશન અને લૂકના વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ટેસ્ટના બોલર્સમાં બુમરાહ પાછો કિંગ, અશ્વિનને એક પૉઇન્ટ સાથે બીજા નંબરે મોકલ્યો…
જોકે, આ પહેલી વખત નથી કે સંજના ગણેશનનો મેદાન પરના ધાસ્સુ લૂકના વીડિયો વાઈરલ થયો હોય. આ પહેલાં પણ મેન્સ વર્લ્ડકપ દરમિયાન બુમરાહનો ઈન્ટરવ્યુ લેતો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયો પણ યુઝર્સને ખૂબ જ પસંદ પડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બુમરાહ અને સંજનાના લગ્ન 2021માં થયા હતા અને બંનેને એક દીકરો પણ છે અંગદ. અંગદનો જન્મ 2023માં ચોથી સપ્ટેમ્બરના થયો હતો. વાત કરીએ વુમન્સ ટી-20 વર્લ્ડકપ 2023ની પહેલી મેચમાં બાંગ્લાદેશે સ્કોટલેન્ડને 16 રનથી પરાજિત કરી હતી. બીજી મેચમાં પાકિસ્તાને 31 રનથી શ્રીલંકાને પરાજિત કર્યુ હતું.