સ્પોર્ટસ

ઈંગ્લેન્ડના James Andersonએ Virat Kohliને કહ્યું Thank you… જાણો કેમ?

IND Vs ENG 5th Test : સાતમી માર્ચથી IND Vs ENG પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ હિમાચલ પ્રદેશના ધરમશાલા ખાતે રમાવવા જઈ રહી છે ત્યારે Team Indiaના King Kohli એટલે કે Virat Kohliને લઈને ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

આવો જોઈએ શું કહ્યું ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીએ… મળી રહેલી માહિતી પ્રમાણે ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ 7મી માર્ચથી ધર્મશાલા ખાતે રમવામાં આવશે અને આ ટેસ્ટ પહેલા BCCI દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમમાં પણ વિરાટ કોહલીનું નામ નહોતું.

શરૂઆતમાં કોહલીને આ સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ કોહલીએ પર્સનલ કારણોસર ટીમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને ત્યાર બાદથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કદાચ કોહલી ત્રીજી ટેસ્ટ મેચમાં કમબેક કરશે, પણ એવું થયું નહીં અને તે પછી એવી શકયતા વ્યક્ત કરવામાં આવી હતી કે કદાચ વિરાટ કોહલી સીરિઝની છેલ્લી મેચમાં પાછો ફરશે પણ આ વખતે પણ તે ટીમમાંથી બહાર જ છે. જોકે, આ અંગે હવે ટીમ ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને મોટું નિવેદન આપ્યું છે.


તેણે કહ્યું કે, ઈંગ્લેન્ડના ક્રિકેટપ્રેમીઓ પાંચમી ટેસ્ટ મેચ ન રમવા બદલ વિરાટનો આભાર માનતા હશે. એન્ડરસને આગળ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જો વિરાટ કોહલી આ રમ્યો હોત તો મારા માટે ખૂબ જ સૌભાગ્યની અને મહત્વની વાત છે. મને આ મહાન બેટર સામે રમવું અને તેમની સામે બોલિંગ કરવાનું ખૂબ જ પસંદ છે. વિરાટ ખરેખર એક મહાન ખેલાડી છે. ભલે છેલ્લાં કેટલાક સમયથી મારી અને વિરાટ કોહલી સાથે અનેક વખત ઝઘડા થયા છે, પરંતુ તેમાં કંઈ પણ પર્સનલ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં જયારે ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી ત્યારે વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો અને વિરાટ કોહલીએ આ 5 મેચની ટેસ્ટ સીરિઝમાં 59.30ની એવરેજથી 593 રન બનાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button