જલેબી, ઢોકળા જોઈને Hardik Pandyaએ આ શું કહ્યું? Social Media પર વીડિયો થયો વાઈરલ…

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઈજાને કારણે ટીમ ઈન્ડિયામાંથી હાલમાં બહાર છે. વર્લ્ડ કપ-2023માં હાર્દિકને ઈજા પહોંચી હતી અને ત્યારથી તે ક્રિકેટથી દૂર હતો અને ટીમ ઈન્ડિયા માટે એક પણ મેચ રમ્યો નથી. હવે મળી રહેલી માહિતી પ્રમાણે હાર્દિક પંડ્યા આઈપીએલ માટે તૈયારીઓ કરી રહ્યો છે.
વડોદરાના કિરણ મોરે એકેડેમીમાં તે જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે હાર્દિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ખૂબ જ ગુસ્સે ભરાયેલો જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર હાર્દિકનો આ વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક એક શૂટિંગના સેટ પર બેઠેલો છે. દરમિયાન હાર્દિકની સામે નાસ્તાની પ્લેટ સામે આવી અને આ પ્લેટ જોઈને જ હાર્દિકનો પારો ચઢી ગયો હતો. તે આ પ્લેટ જોઈને બોલે છે આ બધું શું છે, ભાઈ જલેબી કઈ રીતે ખાઉં હું અને આ ઢોકળા ખવાતા હશે? ભાઈ મારી ફિટનેસનું શું? આ બધું કઈ રીતે ખાઉં હું? કોણે મોકલાવ્યું છે આ બધું, મારો શેફ ક્યા છે.
દરમિયાન સેટ પરની વ્યક્તિ તેને મેનેજ કરવાનું કહે છે તો હાર્દિક કહે છે કે કઈ રીતે મેનેજ કરું હું? ડિરેક્ટરને જઈને કહો કે આ બધું નહીં ચાલે. આ ખાઈને મારો સ્ટેમિના ખરાબ થઈ જશે…
હાર્દિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં તૂફાન વાઈરલ થઈ રહ્યો છે પણ આ સેટ ચોક્કસ ક્યાંનો છે અને હાર્દિક કોના પર ગુસ્સે ભરાયો છે આ બાબતે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ આ વીડિયો સેટ પરના જ કોઈ સ્ટાફે પોતાના મોબાઈલમાં શૂટ કર્યો છે અને ત્યારથી આ વીડિયો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે.
આઈપીએલ-2023માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ખૂબ મોટા ફેરફારો કર્યા છે અને રોહિત શર્મા પાસેથી કેપ્ટનશિપ લઈને હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત આઈપીએલનું ટાઈટલ પોતાના નામે કર્યું હતું. પરંતુ આ વખતે મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટનશિપ હાર્દિકને આપવાનું નક્કી કર્યું છે. મુંબઈ ઈન્ડિયન્સની પહેલી મેચ 24મી માર્ચના ગુજરાત ટાઈટન્સ સામે હશે.