
લખનઉઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ગુજરાત અને લખનઊ વચ્ચેની મેચમાં લખનઊનો શાનદાર વિજય મેળવ્યો હતો. રવિવારે લખનઊએ ગુજરાત પર 33 રને જીત મેળવી હતી. પૂર્વ ક્રિકેટર જોન્ટી રહોડ્સ અને અજય જાડેજાએ યશ ઠાકુર અને કેન વિલિયમ્સનના શાનદાર કેચ માટે રવિ બિશ્નોઈની પ્રશંસા કરી હતી. આઇપીએલ 2024માં અત્યાર સુધીમાં ઘણા શાનદાર કેચ જોવા મળ્યા છે. રવિવારે આ યાદીમાં વધુ એક જબરદસ્ત કેચ ઉમેરાયો હતો. રવિ બિશ્નોઈએ પલકારામાં કેન વિલિયમસ્નનો શાનદાર કેચ પકડ્યો હતો.
જાડેજાએ આ શાનદાર કેચ માટે સ્પિનર રવિ બિશ્નોઈની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે અમે બિશ્નોઈને કેટલાક સારા કેચ લેતા જોયો છે, પરંતુ તેણે વિલિયમસ્નનો જે કેચ લીધો તે ખૂબ જ મુશ્કેલ હતો. એવું લાગ્યું કે તેણે માત્ર કેચ જ નહીં પરંતુ મેચ પણ પકડી લીધી છે. આ કેચ લેવો કોઈપણ બોલર માટે સરળ નથી. આ એટલો મહત્વપૂર્ણ કેચ હતો જેણે મેચને બાજી પલટી દીધી હતી.
ALSO READ : IPL 2024: IPLમાં બોલથી તરખાટ મચાવનાર યશ ઠાકુર કોણ છે?… એક સમયે વિકેટકીપર બનવા માંગતો હતો.
દરમિયાન જાણીતા ક્રિકેટર જોન્ટી રહોડ્સે પણ બિશ્નોઈની જોરદાર પ્રશંસા કરી હતી. લખનઊ સુપરજાયન્ટસના કોચ જોન્ટી રહોડ્સે સોશિયલ મીડિયા પર પણ ભારોભાર પ્રશંસા કરીને વધાવ્યો હતો.
જાડેજાએ યશ ઠાકુરની પ્રશંસા કરતા કહ્યું હતું કે ગીલની પહેલી વિકેટ જે તેણે લીધી તે સૌથી મહત્વપૂર્ણ હતી અને અંતે તેણે જે વિકેટ લીધી તે બોનસ હતી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર બ્રેટ લીએ પણ યશ ઠાકુરની જોરદાર બોલિંગની પ્રશંસા કરી હતી.