મહાન ટેનિસ ખેલાડી ઇવાન લેન્ડલનું ગ્રેટ કમબૅક યાદ છેને?

આપણે ક્રિકેટ અને ફૂટબૉલની ટીમ-ગેમ રમવા અને જોવા ટેવાયેલા છીએ એટલે એના સામૂહિક રોમાંચથી સારી રીતે પરિચિત છીએ, પરંતુ વન-ટુ-વન રમત તરીકે ઓળખાતી ટેનિસ (Tennis)માં પણ અનેક એક્સાઇટિંગ મૅચ રમાઈ ચૂકી છે એ તો તમે જાણતા જ હશો. આજે આપણે એવી જ એક મૅચની વાત કરવાની છે.
ચેક રિપબ્લિકનો ઇવાન લેન્ડલ (Lendl) યાદ છેને? 1983માં તે વર્લ્ડ નંબર-વન હતો અને 1984થી 1990 દરમ્યાન આઠ ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો હતો, પણ એમાં તેની પાસે સૌથી મોટી વિમ્બલ્ડનની ટ્રોફી એક પણ નહોતી અને એ તેનું દુર્ભાગ્ય હતું. જોકે 1984ની ફ્રેન્ચ ઓપનની ફાઇનલના ગ્રેટ કમબૅક માટે તેનું નામ ટેનિસના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયું છે.
આપણ વાચો: મેં નિવૃત્તિ બાદ છ મહિનાથી રૅકેટ હાથમાં નથી લીધુંઃ રાફેલ નડાલ
એ મૅરથન ફાઇનલમાં લેન્ડલનો સામનો અમેરિકાના જૉન મૅકેન્રો સામે થવાનો હતો. મૅકેન્રો સતત 42 મૅચ જીતીને ફ્રેન્ચ ઓપનમાં પ્રવેશ્યો હતો. લેન્ડલે ફાઇનલમાં પહેલા બે સેટ 3-6, 2-6થી ગુમાવ્યા બાદ જબરદસ્ત કમબૅક કર્યું હતું.
ત્રીજો સેટ 6-4થી જીતવાની સાથે લેન્ડલનો આત્મવિશ્વાસ અનેક ગણો વધી ગયો હતો. મૅકેન્રોને ત્યારે 1955 પછીનો સૌપ્રથમ અમેરિકન ફ્રેન્ચ ઓપન વિજેતા બનવાનો મોકો હતો.
આપણ વાચો: જૉકોવિચને કઈ ચાર મુશ્કેલી નડી અને 100મું ટાઇટલ ન જીતી શક્યો?
જોકે ખરી રસાકસી તો હવે શરૂ થઈ. અગાઉ જિમ્મી કૉર્ન્ન્સ, મૅટ્સ વિલાન્ડર અને બોરિસ બેકર જેવા નામાંકિતો સામે હારી ચૂકેલા લેન્ડલે આ વખતે મૅકેન્રો જેવા જાયન્ટ પ્લેયરને હરાવવાનો હતો. લેન્ડલે એક વાર મૅકેન્રોની સર્વિસ તોડી એ સાથે મૅચમાં ટર્ન આવી ગયો હતો અને લેન્ડલે અંતિમ બે સેટ 7-5, 7-5થી જીતીને ટાઇટલ મેળવી લીધું હતું.
લેન્ડલે જીત્યા પછીના ઇન્ટરવ્યૂમાં કહ્યું, ` મેં વિચારેલું કે એક વાર હું મૅકેન્રોની સર્વિસ તોડીશ તો પછી ફરી તોડવામાં પણ સફળ થઈશ અને એવું જ બન્યું.’
શું તમે ટેનિસના એ સોનેરી દિવસો મિસ કરી રહ્યા છો? લેન્ડલ-મૅકેન્રો જેવી બીજી રસાકસીવાળી મૅચના હરીફોના નામ આપી શકશો?



