
માન્ચેસ્ટરઃ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં ચોથી ટેસ્ટ ડ્રોમાં ગયા પછી હવે છેલ્લી ટેસ્ટ મેચ અંગે નવી અપડેટ મળી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે કહ્યું હતું કે જો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીની નિર્ણાયક પાંચમી ટેસ્ટ મેચમાં રમશે તો તે ટીમ માટે મોટી વાત હશે, કારણ કે ટીમની મૂળ યોજના તેને ત્રણ મેચ સુધી મર્યાદિત રાખવાની હતી.
બુમરાહને તેના વર્કલોડ મેનેજમેન્ટના ભાગ રૂપે આ ટેસ્ટ શ્રેણીની ફક્ત ત્રણ મેચ રમવાની હતી. તે એજબેસ્ટન ખાતેની બીજી ટેસ્ટમાં રમી શક્યો ન હતો, પરંતુ બાકીની ત્રણ ટેસ્ટમાં રમ્યો હતો.
આપણ વાંચો: લોર્ડ્સમાં જસપ્રીત બુમરાહની વાપસી: ઇંગ્લેન્ડની થશે કસોટી?
માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ ઇંગ્લેન્ડ શ્રેણીમાં 2-1થી આગળ છે અને આમ ભારતને પાંચ મેચની સીરિઝ ડ્રો કરવા માટે 31 જુલાઈથી ઓવલ ખાતે શરૂ થતી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ જીતવી પડશે.
ગિલે ‘ટેસ્ટ મેચ સ્પેશિયલ’ નામના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “જો તેને લાગે છે કે તે સંપૂર્ણપણે ફિટ છે અને અમારા માટે ઉપલબ્ધ છે તો મને લાગે છે કે તે અમારા માટે મોટી વાત હશે. જો તે રમી શકતો નથી તો પણ મને લાગે છે કે અમારી પાસે સારું બોલિંગ આક્રમણ છે.”
આપણ વાંચો: જસપ્રીત બુમરાહની પત્નીએ કેમ કહ્યું કે અમારો દીકરો એ તમારા મનોરંજન…
બુમરાહે ઓલ્ડ ટ્રેફોર્ડમાં ચોથી ટેસ્ટમાં 33 ઓવર ફેંકી હતી. તેણે અત્યાર સુધી ત્રણ ટેસ્ટની પાંચ ઇનિંગમાં 119.4 ઓવર ફેંકી છે, જે પ્રતિ ઇનિંગ લગભગ 24 ઓવર છે. તેણે અત્યાર સુધીમાં 14 વિકેટ ઝડપી છે અને આમ તે તેના સાથી ઝડપી બોલર મોહમ્મદ સિરાજ જેટલી જ ઓવર ફેંકી રહ્યો છે.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકનું માનવું છે કે ગિલે બુમરાહ સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ રમશે કે નહીં તે જાહેર ન કરીને યોગ્ય વ્યૂહાત્મક નિર્ણય લીધો હતો.
આપણ વાંચો: IPL 2025: MIની વિરોધી ટીમો સાવધાન! જસપ્રીત બુમરાહ ઘાતક બોલિંગ કરવા તૈયાર
કૂકે કહ્યું હતું કે, “જો તે રમવાનો ન હોય તો પણ તમે હાલમાં લોકોને જણાવશે નહી. આ એક સંપૂર્ણ વ્યૂહાત્મક નિર્ણય હશે. તેણે સીરિઝની શરૂઆતમાં જ એમ કહીને ભૂલ કરી હતી કે બુમરાહ ફક્ત ત્રણ મેચ રમશે. જો તે ફિટ નહીં હોય તો તેના માટે ન રમવાનો નિર્ણય યોગ્ય રહેશે.”
ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પુષ્ટી કરી હતી કે ઓવલ ટેસ્ટ પહેલા બધા ફાસ્ટ બોલરો પસંદગી માટે ઉપલબ્ધ છે અને આગામી મેચમાં બુમરાહ રમવાની શક્યતાને નકારી નહોતી.
ગંભીરે કહ્યું હતું કે, “બધા ફાસ્ટ બોલરો ઉપલબ્ધ છે. કોઈને ઈજા થવાની આશંકા નથી. અમે છેલ્લી ટેસ્ટ માટે ટીમ કોમ્બિનેશન અંગે ચર્ચા કરી નથી. જસપ્રીત બુમરાહ રમશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જે પણ રમશે તે દેશ માટે સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે