
૩૪ વર્ષના સ્ટીવ સ્મિથે ૧૦૫ ટેસ્ટમાં ૩૨ સેન્ચુરીની મદદથી ૯૫૧૪ રન બનાવ્યા છે. ૨૩૯ રન તેનો હાઇએસ્ટ સ્કોર છે. હવે તે ઓપનિંગમાં રમશે.
ઍડિલેઇડ: માઇકલ ક્લાર્કે બે દિવસ પહેલાં જ જે સૂચન આપ્યું એ ઑસ્ટ્રેલિયન ટીમના સિલેક્ટર્સે જાણે અપનાવી લીધું છે અથવા પસંદગીકારોના અગાઉ કદાચ ક્લાર્ક જેવું જ વિચારતા હશે.
પીઢ બૅટર સ્ટીવ સ્મિથને ટેસ્ટમાંથી નિવૃત્ત થયેલા ડેવિડ વૉર્નરના સ્થાને ઓપનિંગમાં મોકલવામાં આવશે. ક્લાર્કે મંગળવારે ઑસ્ટ્રેલિયન ક્રિકેટના મોવડીઓને સૂચવ્યું હતું કે ટેસ્ટમાં વૉર્નરના સ્થાને સ્ટીવ સ્મિથને રમાડશો તો થોડા જ સમયમાં તે વિશ્ર્વનો બેસ્ટ ટેસ્ટ ઓપનર બની જશે તેમ જ બ્રાયન લારાનો ૪૦૦ રનનો વિશ્ર્વવિક્રમ પણ તોડી બતાવશે.
ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૧૭મી જાન્યુઆરીએ બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થશે.