T-20 World Cup-2024માં આ મેચની ટિકિટ છે ફાઈનલ કરતાં પણ મોંઘી? કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…
જુન, 2024માં અમિરેકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ટી-20 વર્લ્ડકપ-2024 (T-20 World Cup-2024)ની મેચ રમાશે. આ જ ટુર્નામેન્ટમાં જ 9મી જૂનના ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan Match On 9th June) વચ્ચે મેચ રમાવવા જઈ રહી છે. ક્રિકેટપ્રેમીઓમાં વર્લ્ડકપ અને એમાં પણ ખાસ કરીને ભારતીયોમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ બાબતે ખૂબ જ ઉત્સુક્તા જોવા મળે છે. દરમિયાન જો તમે પણ વર્લ્ડકપ મેચની ટિકિટ ખરીદવા માંગો છો તો આ સમાચાર તમારા માટે જ છે, કારણ કે ટિકિટના ભાવ સાંભળીને તમારા હોંશ ઉડી જશે અને એમાં પણ ખાસ કરીને એક મેચ તો એવી છે કે જેની ટિકિટના ભાવ તો ફાઈનલ મેચ કરતાં પણ વધારે છે.
અમેરિકાની ન્યુઝ વેબસાઈટ દ્વારા કરવામાં આવેલા દાવા પર વિશ્વાસ કરીએ તો અમુક વેબસાઈટ પર ભારત-પાકિસ્તાનની મેચની રી-સેલ ટિકિટો લાઈવ કરવામાં આવી છે અને તમને જાણીની નવાઈ લાગશે કે ભારત-પાકિસ્તાનની સૌથી સસ્તી ટિકિટની કિંમત છે 1,259 અમેરિકન ડોલર એટલે કે આશરે 1.04 લાખ રૂપિયા છે.
આ પણ વાંચો: T-20 Worldcup-2024: શું આ Worldcupમાં દેખાશે Afghani Mystry Girl? ક્રિકેટપ્રેમીઓને સતાવી રહેલો સવાલ…
જ્યારે અન્ય એક વેબસાઈટ પર સૌથી મોંઘી ટિકિટની કિંમત 1,75,000 ડોલર અને 50,000 ડોલરની વેબસાઈટની ફી એડ કરીએ તો તેની કુલ કિંમત 2,25,000 ડોલર છે. ભારતીય કરન્સીમાં આ રકમ આશરે 1.86 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ આંકડો જોઈને ટિકિટના ભાવ આટલા હોઈ શકે એના પર વિશ્વાસ તો નહીં જ બેસે પણ દાવો તો કરાઈ રહ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ ટિકિટના આ ભાવ તો વર્લ્ડકપની ફાઈનલ મેચ કરતાં પણ વધારે છે.
રિ-સેલ ટિકિટ શું છે એના વિશે વાત કરીએ તો રિ-સેલ ટિકિટો એવી ટિકિટને કહેવાય છે કે જેણે ઓફિશિયલી કોઈએ ખરીદી લીધી છે અને હવે એ ટિકિટને બીજા પ્લેટફોર્મ પર પણ વેચવામાં આવતી હોય. ભારતમાં આ રીતે ટિકિટ વેચવાનું ગેરકાયદે છે, પણ અમેરિકાની સરકારે આ રીતે ટિકિટ વેચવા પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ મૂક્યો નથી.