સ્પોર્ટસ

વિરાટ કોહલી વિશે ઇરફાન પઠાણની ચોંકાવનારી કમેન્ટ

હેડ-કોચ ગંભીર કહે છે કે રોહિત-વિરાટે ડોમેસ્ટિક ક્રિકેટની મૅચો રમવી જોઈએ

સિડનીઃ ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર તેમ જ કૉમેન્ટેટર ઇરફાન પઠાણે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં ટીમ ઇન્ડિયાના 1-3થી થયેલા રકાસ બાદ જાણીતી સ્પોર્ટ્સ ચૅનલ પર વિરાટ કોહલી વિશે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિરાટ હવે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાને લાયક નથી. નથી તે ડોમેસ્ટિક ક્રિકેટ રમતો અને નથી પોતાની બૅટિંગ ટેક્નિકને લગતી ખામીઓ દૂર કરવા મહેનત કરતો. ભારતીય ટીમમાં હવે સુપરસ્ટાર કલ્ચર બંધ થઈ જવું જોઈએ.'

આ પણ વાંચો: IND vs AUS: વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ફેન્સને આ રીતે ચીડવ્યા! Watch Video

પાંચ મૅચની સિરીઝમાં જસપ્રીત બુમરાહ તેમ જ અન્ય કેટલાક બોલર્સનો પર્ફોર્મન્સ સારો હતો, પરંતુ રોહિત શર્મા અને વિરાટ સહિતનો ટૉપ-ઑર્ડર ફ્લૉપ રહ્યો એટલે જ ભારતે પરાજય જોવો પડ્યો અને ટેસ્ટના વર્લ્ડ કપની જૂન મહિનાની ફાઇનલમાંથી પણ ભારતની એક્ઝિટ થઈ ગઈ છે.

ઇરફાને જણાવ્યું હતું કેસુપરસ્ટાર કલ્ચરને બાય-બાય કરીને ટીમ કલ્ચર લાવવાની જરૂર છે. ખેલાડીએ પોતાનો પર્ફોર્મન્સ સુધારવો પડશે અને એ સાથે ટીમના દેખાવમાં પણ સુધારો લાવવાનો રહેશે. આ સિરીઝ પહેલાં ડોમેસ્ટિક મૅચો રમવાની તેમને તક હતી છતાં નહોતા રમ્યા. મહાન ખેલાડી સચિન તેન્ડુલકરને જ્યારે રણજી ટ્રોફી મૅચો રમવાની જરૂર નહોતી છતાં તે રમ્યો હતો. કારણ એ હતું કે તે મેદાન પર ત્રણ-ચાર દિવસ વીતાવવા માગતો હતો. કોઈ કહેશે કે વિરાટ છેલ્લે ડોમેસ્ટિક ક્રિકેટ ક્યારે રમ્યો હતો? (ચૅનલના રેકૉર્ડ મુજબ વિરાટ છેલ્લે 2012માં દિલ્હી વતી રમ્યો હતો). મારા મતે છેલ્લા પાંચ વર્ષમાં કોહલીની બૅટિંગ-ઍવરેજ માત્ર 25.00-30.00 જેટલી છે તો પછી ટેસ્ટ ટીમમાં તેની જગ્યા કોઈ યુવા ખેલાડીને જ આપી દેવી જોઈએ. શું કોહલી પોતાની ભૂલ સુધારવામાં માને છે? ઑસ્ટ્રેલિયા સામે તેણે એકની એક ભૂલ વારંવાર કરી હતી.’

આ પણ વાંચો: ઑસ્ટ્રેલિયન અખબારે વિરાટ કોહલીને ‘કલાઉન કોહલી’ કહ્યો, ‘કર્મ’ની હેડલાઇનથી નિશાન બનાવ્યો…

ઑસ્ટ્રેલિયામાં તે નવમાંથી આઠ ઇનિંગ્સમાં ઑફ સ્ટમ્પની બહારના બૉલમાં શૉટ મારવા જતાં કૅચ આપી બેઠો હતો.
હેડ-કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે `રોહિત શર્મા અને વિરાટ કોહલીમાં હજી પણ ટેસ્ટમાં ઝળકવાની ઝંખના છે. આ બન્ને સહિત તમામ સિનિયર ખેલાડીઓને મારી વિનંતી છે કે ડોમેસ્ટિક ક્રિકેટ રમો અને રેડ-બૉલ ક્રિકેટ (ટેસ્ટ-ક્રિકેટ) પ્રત્યે તમારી જે પ્રતિબદ્ધતા છે એ વ્યક્ત કરો. ભારતીય ક્રિકેટ માટે શું શ્રેષ્ઠ છે એ આ બન્ને (રોહિત-વિરાટ)એ પોતે જ નક્કી કરવાનું છે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button