અમદાવાદ: ઇન્ડિયન પ્રીમીયર લીગ (IPL 2024)માં આજે ગુજરાત ટાઈટન્સ (GT) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોરદાર મુકાબલો જામશે. આઇપીએલ પોઇન્ટ્સ ટેબલમાં પાંચમા નંબરે રહેલી ગુજરાત ટાઈટન્સ અને સાતમા નંબરે પીબીકેએસ ટકરાશે, પરંતુ પંજાબની ટીમમાં ફેરફાર થઈ શકે છે.
જીટી અને પીબીકેએસ બંને ટીમ મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં આગળ જવા માટેની તૈયારી કરી રહી છે. મેચ પહેલા બંને ટીમમાં બદલાવ કરવામાં આવે એવી મોટી શક્યતા છે. પીબીકેએસના પ્લેઈન્ગ ઈલેવનમાં આજની મેચમાં ઈંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોનના બદલે ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝાને સામેલ કરવાં આવી સકે છે. લિવિંગસ્ટોનને ગઈ મેચમાં ઇજા થઈ હતી, જેને લીધે આ નિર્ણય લેવામાં આવી શકે છે. આ સાથે જીટી તેમની ટીમમાં કોઈપણ બદલાવ ન કરે એવું કહેવામાં આવી રહ્યું છે.
શિખર ધવનની સુકાની હેઠળ પંજાબ કિંગ્સે ત્રણમાંથી એક મેચમાં અને શુભમન ગિલની સુકાની હેઠળ ગુજરાત ટાઈટન્સે ત્રણમાંથી બે મેચમાં જીત મેળવી હતી. ગયા વર્ષે આઇપીએલ સિઝનમાં પીબીકેએસ સામે જીટીએ છ વિકેટથી વિજય મેળવ્યો હતો.
પંજાબ કિંગ્સ ટીમની વાત કરીતે તો આ આઇપીએલ સિઝનમાં મયંક યાદવ અને મોહિત શર્મા જેવા પેસ બૉલર સાથે પીબીકેએસ સામેની ટીમને જોરદાર ટક્કર આપી રહી છે. આ સાથે બેટિંગમાં શિખર ધવન, જોની બેરસ્ટો અને જિતેશ શર્મા જેવા અનેક ધુરંધર બેટર પીબીકેએસ પાસે છે.
ALSO READ : સુનીલ નામની સુનામી પછી કોલકાતા રેકૉર્ડ ન તોડી શક્યું
પંજાબની ટીમ ભલે એક જોરદાર ટક્કર આપી શકે છે પણ લિયામ લિવિંગસ્ટોના ઇજાગ્રસ્ત થવાથી પંજાબ સામે ગુજરાતના રાશિદ ખાન અને નૂર અહમદ જેવા સ્પિનર્સનો સામનો કરવો પડશે. આ સાથે જીટીના ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઓમરઝાઈને લીધે પણ પંજાબને વધુ એક વખત હારનો સ્વાદ મળે એવી શક્યતા છે.
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઈંગ-11: શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), અઝમતુલ્લા ઉમરઝાઈ, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, ઉમેશ યાદવ, મોહિત શર્મા/સાઈ સુદર્શન, દર્શન નલકાંડે.
પંજાબ કિંગ્સના સંભવિત પ્લેઈંગ-11: શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, જીતેશ શર્મા (વિકેટકીપર), સિકંદર રઝા, સેમ કુરાન, શશાંક સિંહ, હર્ષલ પટેલ, હરપિત બ્રાર, કાગીસો રબાડા/પ્રભસિમરન સિંહ, અર્શદીપ સિંહ, રાહુલ ચહર