IPL 2024સ્પોર્ટસ

IPL 2024: મુંબઈ અને રાજસ્થાન વચ્ચે આજે વાનખેડેમાં મુકાબલો

IPLની આ 17મી સિઝન ચાલી રહી છે. આજે તેની 17મી મેચ છે, જે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. MI અત્યાર સુધી એક પણ મેચ જીત્યું નથી અને RR અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. આ સ્થિતિમાં MIનું સઘળું ધ્યાન મેચ જીતવા પર અને RRનું સઘળું ધ્યાન જીતની હેટટ્રિક નોંધાવવા પર રહેશે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચ ઐતિહાસિક રીતે બેટિંગ માટે અનુકૂળ રહી છે. આજની મેચમાં પણ ઘણા રન થવાની આશા છે. આ મેદાન પર સ્પિનરો ઝુડાઇ જાય છે. 4-5 ઓવર પછી આ પીચ પર બેટિંગ કરવી સરળ બની જાય છે. આ પીચ પર સામાન્ય રીતે લક્ષ્યનો પીછો કરવાનું કોઇ પણ ટીમ વધારે પસંદ કરે છે.


વાનખેડેનો આઇપીએલનો ઇતિહાસ જાણીએ તો આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 109 આઈપીએલ મેચ રમાઈ છે, જેમાંથી 59 મેચો ટાર્ગેટનો પીછો કરતી ટીમે જીતી છે, જ્યારે 50 મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે.


સંભવિત પ્લેઇંગ 11ઃ-


મુંબઈ ઈન્ડિયન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, શ્રેયસ ગોપાલ, ઈશાન કિશન, ડેવાલ્ડ બ્રેવિસ, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, ટિમ ડેવિડ, કુમાર કાર્તિકેય, અંશુલ કંબોજ, આકાશ મધવાલ, મોહમ્મદ નબી, ક્વેના મફાકા, શમ્સ મુલની, નમન ધીર, રોમારિયો શેફર્ડ, શિવાલિક શર્મા, અર્જુન તેંડુલકર, તિલક વર્મા, નુવાન તુશારા, વિષ્ણુ વિનોદ, લ્યુક વૂડ, સૂર્યકુમાર યાદવ, નેહલ વાધેરા.


રાજસ્થાન રોયલ્સઃ સંજુ સેમસન (કેપ્ટન), અવેશ ખાન, ધ્રુવ જુરેલ, આબિદ મુશ્તાક, ડોનોવન ફરેરા, કુલદીપ સેન, જોસ બટલર, નાન્દ્રે બર્જર, નવદીપ સૈની, કૃણાલ સિંહ રાઠોડ, રેયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, સંદીપ શર્મા, શિમરોન હેટમીયર, ટોમ કોહલર-કેડમોર, ટ્રેન્ટ બોલ્ટ, શુભમ દુબે, રોવમેન પોવેલ, યુઝવેન્દ્ર ચહલ, યશસ્વી જયસ્વાલ અને તનુષ કોટિયન.


મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ સોમવાર, 1 એપ્રિલે સાંજે 7:30 વાગ્યાથી રમાશે, જ્યારે ટોસ સાંજે 7:00 વાગ્યે થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button