સ્પોર્ટસ

IPL મેચ ફિક્સિંગ મામલે પૂર્વ IPSને રાહત, સુપ્રીમ કોર્ટે મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ પાઠવી

Indian Cricket ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ (Mahendra singh dhoni) ધોનીની અરજી પર મદ્રાસ હાઈકોર્ટે રીટાયર્ડ IPS ઓફિસર જી સંપત કુમારને 15 દિવસ કેદની સજા ફટકારી હતી. જો કે આ સજાને 30 દિવસ સુધી સ્થગિત કરવામાં આવી છે જેથી કરીને તેઓ આ ચુકાદા સામે અપીલ કરી શકે. 2013માં જી સંપત તામિલનાડુ પોલીસમાં CID અધિકારી હતા અને IPL 2013માં મહેન્દ્રસિંહ ધોનીને મેચ ફિક્સિંગ કેસમાં સામેલ કર્યા હતા. જેને લઈને મહેન્દ્ર સિંહ ધોનીએ તેની સામે અને એક ટેલીવિઝન ચેનલ સામે માનહાનિનો દાવો કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે નિવૃત્ત આઈપીએસ અધિકારી જી સંપતને 15 દિવસની જેલની સજા આપવાના મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે મહેન્દ્ર સિંહ ધોનીને પણ નોટિસ પાઠવી છે. જી સંપત પર બુકીઓને છોડાવવા માટે લાંચ લેવાનો આરોપ હતો. તેથી તેને કેસમાંથી દૂર કરવામાં આવ્યા હતા. સંપતે આ કેસમાં ધોનીનું નામ પણ સામેલ કર્યું હતું.

જેને લઈને પર ધોનીએ જી સંપત કુમાર અને એક ટેલિવિઝન ચેનલ ગ્રૂપ વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ધોનીએ સંપથ સામે તિરસ્કારની અરજી પણ કરી હતી. આ અરજીમાં સંપથ દ્વારા સુપ્રીમ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટ સામે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓનો સંદર્ભ આપવામાં આવ્યો હતો.

પૂર્વ CID અધિકારી જી સંપત પર બુકીઓને પૈસા પાટે થઈને છોડી દેવાનો આપરોપ લાગ્યાઓ હતો જેથી તેને આ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. આ કેસમાં ધોનીનું પણ નામ તેને ફિટ કર્યું હતું. આ કારણે ધોનીએ જી સંપત અને એક ટેલીવિઝન ચેનલ સામે માનહાનિનો રૂપિયા 100 કરોડનો માનહાનીનો દાવો કર્યો હતો.

આ સિવાય ધોનીએ પૂર્વ અધિકારી પર હાઇકોર્ટ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓના આધારે અવમાનના અરજી પણ કરી હતી. સંપત કુમારનો કથિત રીતે દાવો હતો કે 2013 IPLમાં મેચ ફિક્સિંગ પર જસ્ટિસ મુદગલ કમિટીના અહેવાલના ભાગોને સુપ્રીમ કોર્ટે સીલબંધ કવર હેઠળ રાખવાનો નિર્ણય કર્યો હતો અને તેને વિશેષ તપાસ ટીમને સોંપ્યો ન હતો. જો કે , ધોનીએ તેની અરજીમાં દલીલ કરી હતી કે સંપતે કહ્યું હતું કે સીલબંધ એન્વલપને રોકવા પાછળ સુપ્રીમ કોર્ટનો હેતુ હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button